Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : કાપડના વેપારીએ 10 કરોડનું ઉઠમણું કરતા લેણદારોની ઉંઘ ઉડી, જાણો સમગ્ર બનાવ

વિશ્વભરમાં કાપડ ઉદ્યોગ થી ઓળખાતા સુરત શહેરના કાપડ વેપારીઓની હાલત કફોડી બની છે. ચિટીંગ દ્વારા અવારનવાર વિશ્વાસમાં લઈ કાપડના વેપારમાં ચિટીંગ થતાં કાપડ વેપારીઓ પરેશાન થયા છે, એક બાજુ મંદી બીજી બાજુ કાપડના વેપારમાં થતી ચિટીંગના કારણે કાપડ માર્કેટમાં વેપાર...
surat   કાપડના વેપારીએ 10 કરોડનું ઉઠમણું કરતા લેણદારોની ઉંઘ ઉડી  જાણો સમગ્ર બનાવ

વિશ્વભરમાં કાપડ ઉદ્યોગ થી ઓળખાતા સુરત શહેરના કાપડ વેપારીઓની હાલત કફોડી બની છે. ચિટીંગ દ્વારા અવારનવાર વિશ્વાસમાં લઈ કાપડના વેપારમાં ચિટીંગ થતાં કાપડ વેપારીઓ પરેશાન થયા છે, એક બાજુ મંદી બીજી બાજુ કાપડના વેપારમાં થતી ચિટીંગના કારણે કાપડ માર્કેટમાં વેપાર કરવો કે ન કરવો જેવો ભય ફેલાયો છે.

Advertisement

ઉલ્ટી ગંગા, ઉઠમણું કરનાર આપે છે નોટિસ

કાપડના વેપારી પાસેથી માલ ખરીદ્યા બાદ અન્ય વેપારીઓએ માનસિક બહાના બતાવી રહ્યા હોવાની રાવ ઉઠી છે. પૈસા આપનાર વેપારીની માનસિક સ્થિતિ સારી નથી, કઈ થશે તો જવાબદારી લેણદાર વેપારીની રહેશે એવી ધમકીઓ લેણદારોના માથાનો દુખાવો બની છે. હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે પૈસા આપવાને બદલે ઉઠમણું કરનારે 200 લેણદારને પૈસાના બદલે નોટિસ આપી પોતાનો બચાવ કરવાની કોશિશ કરી છે.

Advertisement

મંદીના માહૌલ વચ્ચે ચિટરોને મોકળું મેદાન મળ્યું

સુરતના કાપડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી છવાયેલા મંદીનાં માહોલને કારણે ચિટરોને જાણે ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ અન્ય લેણદારો નો ગેરફાયદો ઉઠવવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. સુરતમાં કાપડ વેપારીઓ સાથે થતાં ઉઠમણાં ના કિસ્સા યથાવત જોવા મળી રહ્યા છે,જેમાં વધુ એક ઉઠમણાં નો કિસ્સો બનતા વેપારીઓ અટવાયા છે,સુરત ની રિંગરોડ ખાતે આવેલી ન્યુ ટીટી માર્કેટમાં વર્ષો થી કાપડ નો વેપાર કરતો રાજસ્થાની કાપડ વેપારી 10 કરોડમાં ઊઠી જતાં લેણદારો દોડતાં થયા છે.

Advertisement

અગાઉ પણ બની ચુકી છે આવી ઘટના

આશ્ચર્ય ની વાત તો એ છે કે આ ઉઠમણાં અગાઉ પણ એ આ લેભાગુ વેપારીએ 240 લેણદાર વેપારીઓને ખરીદેલા માલ ના પૈસા પરત આપવાને બદલે લીગલ નોટિસ મોકલી તેમને દારવવા નો પ્રયાસ કર્યો હતો,આખરે નોટિસ થી કંટાળી વેપારીઓ સુરત મર્કન્ટાઈલ એસોસિએશન ખાતે મદદ ની ગુહાર લઈ ને પહોચ્યું હતું.

એસોસિએશન આવ્યું હરકતમાં

સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ દ્વારા નિયમિત સાપ્તાહિક સમસ્યા નિવારણ બેઠક કરવામાં આવે છે જેમાં આ વેપારીઓ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. વેપારીઓએ મળેલી નોટિસ ની રજૂઆત કરતા સુરત મર્કન્ટાઈલ એસોસિએશન પર ચોક્યું હતું.

ઉઠમણું કરનાર નોટિસ મોકલે છે

ઉઠમણું કરનાર એ નોટિસમાં જણાવ્યું હતું કે, 'મારી લાખો રૂપિયાની ઉઘરાણી ફસાઇ છે. ઘણી પાર્ટીઓએ પેમેન્ટ અટકાવી રાખ્યું છે. લેટ પેમેન્ટ મળવાના કારણે લેણદારોને લેટ પેમેન્ટ પર વ્યાજ પણ ચુકવ્યું છે. સિક્યુરીટી પેટેના કરોડોના એડવાન્સ ચેકો હિસાબ સમજ્યા વિના આપ્યા છે. આ ચેકો મારી જાણ વિના બેંકમાં ભરશો નહીં. કોઇની ચઢામણીથી કાર્યવાહી કરશો તો કશું હાથ લાગશે નહીં. મારા પિતાની હૃદયરોગની સારવાર ચાલી રહી છે, માટે ઘરે કે દુકાને પહોંચી હલ્લો કરશો નહીં, મારી આર્થિક, માનસિક સ્થિતિ સારી નથી, કોઈ અપ્રિય પગલું ભરી બેસું તો આપની જવાબદારી રહેશે.”

240 લેણદારને નોટિસ

ઉઠમણું કરનાર આ લેભાગુ વેપારીએ ખરીદેલા માલ ના બાકી પૈસા આપવાને બદલે 240 જેટલા લેણદાર વેપારીઓને આ રીત ની નોટિસ મોકલી હતી,જેથી તમામ વેપારીઓએ પણ હવે લીગલ રીતે નોટિસ નો જવાબ આપવા પોલીસ પાસે જવા નો નિર્ણય કર્યો છે. સુરત મર્કન્ટાઈલ એસોસિએશન કાપડ વેપારીઓને સાથે રાખી પોલીસમાં સંયુક્ત રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર મામલે સુરત મર્કન્ટાઈલ એસોસિએશનનાં પ્રમુખ નરેન્દ્ર સાબુએ ગુજરાત ફર્સ્ટ સાથે થયેલી વાત ચિતમાં જણાવ્યું હતું કે એક બાજુ મંદી છે બીજી બાજુ પૈસા ના ફાફા અને એમાં પણ મની ક્રાઇસીસ જેના કારણે લેભાગુ તત્વોને ફાવતું મેદાન મળતા અન્ય વેપારીઓથી માલ ખરીદી લેભાગુ વેપારી હાથ ઊંચા કરી દે છે. સાથે જ આવી લીગલ નોટિસ મોકલી લેણદાર વેપારીઓને ડરાવી ધમકવવામાં આવી રહ્યાં છે.

95 વેપારીઓ મિટિંગમાં જોડાયા

સ્વભાવિક છે કેટલાક લેણદાર આ લીગલ નોટિસથી ડરી નાસીપાસ થઈ જાય છે, પૈસા લેવાની મૂકી પોતાના વેપાર ની ચિંતા કરતા હોય છે જેનો લાભ આવા લેભાગુ વેપારીઓ નોટિસ મોકલી ઉઠાવી રહયા છે. સુરતમાં યોજાયેલી SMA ની મિટિંગમાં 95 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. નોટિસ ને લઈ વેપારીઓ ફસાયેલા હોવાનો અનુમાન લગવવામાં આવ્યો હતો, વેપારીઓને થતી સમસ્યાઓ થી ભરી 35 અરજીઓ પંચ પેનલ ને મળી હતી,જેનો ઉકેલ લાવવા પાછળ સુરત મર્કન્ટાઈલ એસોસિએશન એ કામગીરી શરૂ કરી દીધી છે. જેમાંથી 2 અરજીઓનો સ્થળ પર ઉકેલ લાવવામાં આવ્યો હતો. બાકીના કેસો કાનૂની ટીમને સોંપવામાં આવ્યા છે.

સરકાર પાસે આશા

વધુમાં નરેન્દ્ર સાબુએ કહ્યું હતું કે, નવા નાણાકીય વર્ષમાં 2 મહિનામાં કાપડ વેપારીઓની 112 અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને વેપારીઓને 1 કરોડ 78 લાખ રૂપિયાની અટવાયેલી રકમ પરત મળી છે. કાપડ માર્કેટમાં માત્ર 25% વેપાર રહી ગયો છે, બીજી બાજુ માલનો ભરાવો માથા નો દુખાવો બન્યો છે. હાલ બહારગામના માર્કેટમાં પણ મંદીની અસર હોવાથી માંડ 10% થી 15% જેટલો માલ જઈ રહ્યો છે, જેના કારણે સુરતનાં કાપડ વેપારીઓ ચિંતાતુર બન્યા છે. હવે આવનારા દિવસોમાં સરકાર કોઈ નવી સ્કીમ લાવે તો સ્થિતિ સુધરે જેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : સુરતના રાંદેરમાં EWSના આવાસોમાં વસતા લોકોની જિંદગી નર્કાગાર, ગટરના ઉભરાતા પાણી વચ્ચે વીતી રહ્યુ છે જીવન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.