Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાશ્મીરી પંડિતોમાં ભયનો માહોલ, 'ક્ષીર ભવાની મેળા'નો બહિષ્કાર કરશે

કાશ્મીરી પંડિતોએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલ મંગિરમાં યોજતા ક્ષીર ભવાની મેળાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કાશ્મીરી પંડિતો ક્ષીર ભવાની મંદિરમાં ઊંડી આસ્થા ધરાવે છે. 1990માં સ્થળાંતર કરીને  અન્યત્ર વસેલાં કાશ્મીરી પંડિતો પણ અહીં મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે. આ મેળો કાશ્મીરી પંડિતોની ઓળખ માનવામાં આવે છે. ખીણમાં હિન્દુઓના વધતા નરસંહારના વિરોધમાં આ નિર્ણય લ
કાશ્મીરી પંડિતોમાં ભયનો માહોલ   ક્ષીર ભવાની મેળા નો બહિષ્કાર કરશે
Advertisement
કાશ્મીરી પંડિતોએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલ મંગિરમાં યોજતા ક્ષીર ભવાની મેળાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કાશ્મીરી પંડિતો ક્ષીર ભવાની મંદિરમાં ઊંડી આસ્થા ધરાવે છે. 1990માં સ્થળાંતર કરીને  અન્યત્ર વસેલાં કાશ્મીરી પંડિતો પણ અહીં મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે. આ મેળો કાશ્મીરી પંડિતોની ઓળખ માનવામાં આવે છે. ખીણમાં હિન્દુઓના વધતા નરસંહારના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મેળાના બહિષ્કાર માટે ટ્રસ્ટે લોકોને અપીલ કરી 
અગાઉ, માતા ખીર ભવાની ટ્રસ્ટે તમામ શ્રદ્ધાળુઓને, ખાસ કરીને કાશ્મીરી પંડિતોને વાર્ષિક 'માતા ક્ષીર ભવાની મેળો' રદ કરવા અંગે અપીલ પણ કરી હતી. ટ્રસ્ટ કમિટીના જણાવ્યા અનુસાર, ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં રાગ્યા દેવી મંદિરમાં 7 જૂનના રોજ આ મેળો યોજાવાનો હતો. આ મેળામાં ભાગ લેવા માટે શોભાયાત્રા 5 જૂને નગરોટાથી રવાના થવાની હતી. કાશ્મીરી પંડિતો ક્ષીર ભવાની મંદિરમાં ઊંડી આસ્થા ધરાવે છે. 1990માં સ્થળાંતર કરીને આવેલા કાશ્મીરી પંડિતો પણ અહીં મોટી સંખ્યામાં દરવર્ષે દર્શાાર્થે આવતાં હોય છે. આ મેળો કાશ્મીરી પંડિતોની ઓળખ માનવામાં આવે છે. તેને કાશ્મીરી પંડિતોનો મુખ્ય તહેવાર પણ માનવામાં આવે છે. આ મેળો ધાર્મિક સંવાદિતા અને કાશ્મીરિયતનું પ્રતિક રહ્યું છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતાં હોય છે. જેમાં મુખ્યત્વે કાશ્મીરી પંડિતો અચૂક આ વાર્ષિક મેળામાં ભાગ લે છે. કાશ્મીરના વડા શાદીલાલ પંડિતે કહ્યું કે જગતીથી ચાલતી ખાનગી બસો હવે નહીં જાય. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. શાદીલાલ પંડિતાએ કહ્યું કે કાશ્મીરમાં હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓ વધી છે, તેથી લોકો ખૂબ જ ચિંતિત છે.

 જો કે પ્રશાસને પૂરી તૈયારી કરી સરકારી બસો 7 જૂને રવાના થશે
લગમાલમાં અનુસૂચિત જાતિની શિક્ષિકા રજની બાલાની હત્યા બાદ કાશ્મીરી હિન્દુઓના સંગઠન 'સન કાશ્મીરે' ક્ષીર ભવાની મેળાની યાત્રા મોકૂફ કરી દીધી છે. તેમની સંસ્થાએ 6 જૂનથી ખાનગી બસોની વ્યવસ્થા કરી હતી.  વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મેળાના આયોજન માટે સંપૂર્ણ તૈયારી છે. ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા મુકવામાં આવેલી બસો 7 જૂને ઉપડશે. 8 જૂને જ્યેષ્ઠ અષ્ટમીના દિવસે ગાંદરબલ જિલ્લાના તુલમુલામાં ક્ષીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આખા દેશમાંથી કાશ્મીરી હિંદુ ભક્તો મેળામાં ભેગા થાય છે અને મા રાઘેન્યાને ઘરે પાછા ફરવા માટે પ્રાર્થના કરે છે. કોરોનાને કારણે બે વર્ષથી મેળો થઈ શક્યો ન હતો.આ વખતે અમને ક્ષીર ભવાની મેળામાં ભાગ લેવા માટે 1500 લોકોની અરજીઓ મળી હતી અને આ માટે અમે અગાઉ 115 બસોની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું હતું. વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
કાશ્મીરી પંડિતો સામૂહિક હિજરતની તૈયારી કરી રહ્યાં હોવાની ભીતિ
છેલ્લાં 1 મહિનામાં કાશ્મીરની વિવિધ વિસ્તારમાં ટાર્ગેટેડ કિલિંગના કારણે કાશ્મીરી પંડિતો ઘાટીમાંથી મોટા પાયે હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં ઓનર કીલીંગનો વધુ એક બનાવના કારણે સરકાર દ્વારા રિમોટ એરિયામાં કામ કરતાં કેન્દ્રીય કર્મચારીઓને સેન્ટર હેડક્વાટર્સ ખાતે ખસેડવાનો નિર્ણય લેવાયો છે. 26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ સામે આવ્યા બાદ હવે ત્યાંથી પલાયન પણ શરૂ થઈ ગયું છે. અનંતનાગના મટ્ટનમાં ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે, ગુરુવારે 100 થી વધુ લોકોએ જમ્મુ તરફ સ્થળાંતર કર્યું. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS)ના પ્રમુખ સંજય ટીક્કુએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
કાશ્મીરની સ્થિતિ પર આજે દિલ્હીમાં બેઠક
કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર આજે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવા જઈ રહી છે, જેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે. આ બેઠકમાં અમિત શાહ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી, આર્મી ચીફ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા અંગે ચર્ચા કરશે. આ પહેલા ગુરુવારે અજીત ડોભાલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે આ ચર્ચા દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ, તેમજ ટાર્ગેટ કિલિંગ મુદ્દે અગત્યનો નિર્ણય લવાયા છે. હજુ પણ કાશ્મીરમાં  હત્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. 
Tags :
Advertisement

Trending News

.

×