ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : MSU ગર્લ્સ હોસ્ટેલ પાસે ચાલતી જતી યુવતિના ફોનની તફડંચી

VADODARA : મોબાઇલ ઝૂંટવવા ટાણએ ફરિયાદીએ મોબાઇલ ફોન એકદમ મજબૂત રીતે પકડી રાખ્યો હતો. પરંતુ શખ્સે હાથમાંથી મોબાઇલ ફોન ખેંચતા પડી ગયા
12:31 PM Jan 04, 2025 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલ (MSU GIRLS HOSTEL - VADODARA) પાસેથી રાત્રીના સમયે જતી યુવતિના ફોડની તફડંચી (MOBILE PHONE THEFT - VADODARA) કરવામાં આવી છે. યુવતિ પોતાનો ફોન બચાવવા માટે છેલ્લે સુધી સામી લડત આપતી હોવાનું ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી (CCTV VIRAL - VADODARA) પરથી જોવા મળી રહ્યું છે. વડોદરામાં રસ્તા પરથી તફડંચી કરતા તત્વો કેવા બેફામ બન્યા છે, તે વાતની સાબિતી વાયરલ વીડિયો પરથી મળી રહી છે. હવે આ મોબાઇલ તફડાવનાર સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચે છે તે જોવું રહ્યું.

વર્કિંગ વુમન હોસ્ટેલ તરફ ચાલતા જતા હતા

સમગ્ર મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, પીનલબેન બારીયા ફતેગંજની વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહે છે. તેઓ ખાનગી કંપનીમાં ETP ઓફિસરની નોકરી કરે છે. તેઓનો નોકરી પૂર્ણ કર્યા બાદ ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે કંપનીની બસમાં તેઓ પરત ફર્યા હતા. ત્યારબાદ જીમખાના રોડ પર આવેલી વર્કિંગ વુમન હોસ્ટેલ તરફ ચાલતા જતા હતા.

મોબાઇલ ફોન એકદમ મજબૂત રીતે પકડી રાખ્યો

તેવામાં તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ પાસે પહોંચતા જ સાંજના આશરે સાડા છ વાગે બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. પહેલા બાઇક આગળ જતી રહી હતી. બાદમાં તેમાંથી પાછળ બેસેલા શખ્સે મોટરસાયકલ ઉપરની નીચે ઉતરી અચાનક જ ફરિયાદી પાસે આવ્યો હતો અને તેઓનો મોબાઈલ ફોન ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. સામે ફરિયાદીએ મોબાઇલ ફોન એકદમ મજબૂત રીતે પકડી રાખ્યો હતો. પરંતુ શખ્સે હાથમાંથી મોબાઇલ ફોન ખેંચતા તેઓ નીચે પડી ગયા હતા. જેમાં ફરિયાદીને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી. જેથી શખ્સ હાથમાંથી મોબાઈલ ફોન લઈ મોટરસાયકલ પાછળ બેસીને ફરાર થઈ ગયો હતો.

પોલીસે વધુ કમર કસવી પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ચેઇન તફડાવવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. તે બાદ પોલીસ કાર્યવાહી પણ કરે છે. પરંતુ દાખલારૂપ કાર્યવાહી નહીં થવાના કારણે આ કિસ્સાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યા. અને રસ્તા પર જતા શહેરવાસીઓના મનમાં ડર રહે છે. જેને દુર કરવા માટે પોલીસે વધુ કમર કસવી પડશે.

આ પણ વાંચો -- VADODARA : શહેર-જિલ્લામાં ભાજપ પ્રમુખની ચૂંટણી શરૂ, ડો. શાહને 'સિંહ' સરખાવતા સમર્થક

Tags :
CCTVgirlsGujarat FirstGujarat NewsGujarati NewsHostelLIVEmobileMsuneartheftVadodaraViral