Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mobile : દેશના 6 લાખ મોબાઈલ નંબર થશે બંધ? સરકારે આપ્યા તપાસના આદેશ

Mobile : દેશના તમામ મોબાઈલ યૂઝર્સ માટે મોટા સમાચાર છે. સરકારે અંદાજિત 6 લાખ મોબાઈલ નંબરને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓની એક યાદી આપીને કહ્યું કે,અંદાજિત 6 લાખ 80 હજાર મોબાઈલ કનેક્શનને ફરી ચેક કરવામાં આવશે....
mobile   દેશના 6 લાખ મોબાઈલ નંબર થશે બંધ  સરકારે આપ્યા તપાસના આદેશ

Mobile : દેશના તમામ મોબાઈલ યૂઝર્સ માટે મોટા સમાચાર છે. સરકારે અંદાજિત 6 લાખ મોબાઈલ નંબરને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓની એક યાદી આપીને કહ્યું કે,અંદાજિત 6 લાખ 80 હજાર મોબાઈલ કનેક્શનને ફરી ચેક કરવામાં આવશે. ટેલિકોમ વિભાગને શંકા છે કે, આ તમામ મોબાઈલ નંબર નકલી ડોક્યૂમેન્ટ્સના આધારે લેવામાં આવ્યા છે. આ સિવાય વિભાગે એ પણ શંકા વ્યક્ત કરી છે કે સિમ કોઈના નામ પર છે અને ઉપયોગ બીજું કોઈ કરી રહ્યું છે.

Advertisement

મોબાઈલ કંપનીઓને 60 દિવસનો આપ્યો સમય

તેના માટે ટેલિકોમ વિભાગે મોબાઈલ કંપનીઓને 60 દિવસનો સમય આપ્યો છે. વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવાયું છે કે, જો 60 દિવસમાં આ નંબરોની તપાસ પૂર્ણ નહીં થાય તો તેને બંધ કરી દેવાશે.હકીકતમાં દેશમાં નકલી મોબાઈલ નંબર દ્વારા થનારા ફ્રોડની સંખ્યા ખુબ વધી ગઈ છે. હમણાંથી લોકો સાથે છેતરપિંડી વધી રહી છે. તપાસ બાદ ખબર પડશે કે જેના નામ પર સિમ કાર્ડ છે તે વ્યક્તિને તે સિમ અંગે ખબર જ નથી.

Advertisement

મળતી  માહિતી અનુસાર કરવામાં આ 6 લાખ નંબરની ઓળખ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી કરી છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે, હાલમાં જ ટેલિકોમ વિભાગે અંદાજિત 1.7 કરોડથી વધુના નકલી નંબર બંધ કરી દીધા છે અને સાઇબર ક્રાઇમમાં સામેલ અંદાજિત 0.19 લાખ મોબાઈલ નંબરને બ્લોક કરાયા છે. એક અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજિત 1.34 અરબ મોબાઈલ કનેક્શનોની તપાસ કરાઈ છે.

Advertisement

આ પણ  વાંચો - Kia Carnival : ભારતમાં લોન્ચ થશે આ ફેમિલી કાર,દમદાર એન્જીન સાથે મળશે ધાંસૂ ફિચર્સ

આ પણ  વાંચો - ગરમીથી બચાવી AC જેવી ઠંડી હવા આપશે આ સ્માર્ટ છત્રી, વાંચો અહેવાલ

આ પણ  વાંચો - Google Maps માં આવ્યા આ પાંચ AI ના શાનદાર ફિચર

Tags :
Advertisement

.