Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રજાના દિવસે સાંસદ-ધારાસભ્યોએ અધિકારીઓના ક્લાસ લીધા

VADODARA : તાજેતરમાં શહેરમાં ભારે વરસાદ (VADODARA HEAVY RAIN) ને કારણે સર્જાયેલી વિવિધ સમસ્યાઓ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે લાંબા ગાળાનું કાયમી આયોજન જરૂરી છે તેવો સાંસદ ડો. હેમાંગ જોષી સહિત અન્ય તમામ ધારાસભ્યોએ કોર્પોરેશન ખાતે...
vadodara   રજાના દિવસે સાંસદ ધારાસભ્યોએ અધિકારીઓના ક્લાસ લીધા

VADODARA : તાજેતરમાં શહેરમાં ભારે વરસાદ (VADODARA HEAVY RAIN) ને કારણે સર્જાયેલી વિવિધ સમસ્યાઓ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે લાંબા ગાળાનું કાયમી આયોજન જરૂરી છે તેવો સાંસદ ડો. હેમાંગ જોષી સહિત અન્ય તમામ ધારાસભ્યોએ કોર્પોરેશન ખાતે આયોજિત કરાયેલી તાકીદની બેઠક દરમિયાન વ્યક્ત કર્યો હતો.

Advertisement

વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા

તાજેતરમાં વડોદરા કોર્પોરેશન (VADODARA - VMC) ખાતે ડો. હેમાંગ જોષી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેરના તમામ ધારાસભ્યો, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર તેમજ કોર્પોરેશનના અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વીતેલા દિવસો દરમિયાન શહેરમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાબતે વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત શહેરના કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા ? શહેરના હજી કોઈ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે કે કેમ ? પાણીને કારણે અન્યત્ર સલામત ખસેડાયેલા રહીશોના પુનઃસ્થાપન બાદ તેમને પહોંચાડવામાં આવેલી જીવન જરૂરી સુવિધાઓ તથા શહેરના વિવિધ રસ્તાના સમારકામ જેવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મિટિંગમાં વિશ્વામિત્રી અને આજવા સરોવરના જળસ્તરની જાળવણીને મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

હવે આગળ કોર્પોરેશને શું આયોજન કર્યું છે ?

બેઠકમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યએ પોતાના વિસ્તારને લગતી વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. આ સમસ્યાઓના નિરાકરણ માટે પણ વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત સાંસદ સહિત તમામ ધારાસભ્ય એ શહેરને લગતી વિવિધ સમસ્યાઓના લાંબા ગાળાના નિરાકરણ પર ભાર મૂક્યો હતો. ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓએ આગામી દિવસો માટે કોર્પોરેશને શું રણનીતિ ઘડી કાઢી છે ? હવે આગળ કોર્પોરેશને શું આયોજન કર્યું છે ? તેવો પ્રશ્ન કરી નક્કર આયોજન કરવાની હિમાયત પર ભાર મૂક્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આગામી દિવસો દરમિયાન વરસાદની સ્થિતિ સંદર્ભે કોર્પોરેશનના તંત્રને સાવધ કરી આ માટે ચોક્કસ આયોજન કરવા તાકીદ કરી હતી. શહેરની વિકાસલક્ષી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂર પડે રાજ્ય તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરી, મદદ મેળવવા બાબતે પણ ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચુકવણી માટેનો સર્વે પૂર્ણ

Advertisement
Tags :
Advertisement

.