Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મળો દાહોદના 52 વર્ષીય મિલ્ખાસિંઘને, ASI સોમજી હઠીલાએ ફિલિપાઇન્સ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

અહેવાલ - સાબીર ભાભોર દાહોદના મિલ્ખાસિંઘ ગણાતા 52 વર્ષીય ASI સોમજી હઠીલાએ ફિલિપાઈન્સમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્જ મેડલ મેળવી દાહોદ સહિત ગુજરાતનું ગૌરવા વધાર્યું છે. દાહોદ પોલીસમાં ફરજ બજાવતા 52 વર્ષીય ASI સોમજીભાઇ હઠીલા શરૂઆતથી...
મળો દાહોદના 52 વર્ષીય મિલ્ખાસિંઘને  asi સોમજી હઠીલાએ ફિલિપાઇન્સ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

અહેવાલ - સાબીર ભાભોર

Advertisement

દાહોદના મિલ્ખાસિંઘ ગણાતા 52 વર્ષીય ASI સોમજી હઠીલાએ ફિલિપાઈન્સમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્જ મેડલ મેળવી દાહોદ સહિત ગુજરાતનું ગૌરવા વધાર્યું છે. દાહોદ પોલીસમાં ફરજ બજાવતા 52 વર્ષીય ASI સોમજીભાઇ હઠીલા શરૂઆતથી એથ્લેટીકસમાં રસ ધરાવે છે.

Image preview

Advertisement

જ્યારે પોલીસની નોકરી મળી ત્યારે એથ્લેટીક્સમાં ભાગ લેવાનું બંધ થયું, પરંતુ જ્યારથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ અને સોમજીભાઈ ફરીથી સક્રિય બન્યા અને પોલીસ વિભાગ તરફથી પણ તેમને સહયોગ મળતા 2012 થી ખેલ મહાકુંભમાં ભાગ લેવાની શરૂઆત કરી.

Image preview

Advertisement

જેમાં તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાની 2012 થી આજદિન સુધી તમામ સ્પર્ધામાં ગોલ્ડ મેડળ મેળવ્યા છે. જ્યારે 2015 થી નેશનલ લેવલે 24 ગોલ્ડ મેડલ 8 સિલ્વર મેડલ અને 4 બ્રોંજ મેડલ મેળવ્યા છે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા એ 5 બ્રોન્જ મેડલ અને 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. દાહોદના મિલ્ખાસિંઘ તરીકે ઓળખાતા સોમજી ભાઈ દોડમાં યુવાનોને પણ હંફાવે તેવી તેમની સ્ફૂર્તિ છે.

Image preview

તેમની દોડવાની ઝડપ જોઈને સૌ કોઈ સ્ત્બધ બની જાય છે. તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે યોજાયેલી સ્પર્ધામાં સોમજી ભાઈએ 1500 મીટર, 5000 મીટર અને 10000 હજાર મીટર એમ ત્રણેય દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેમજ 800 મીટર દોડમાં બ્રોંજ મેડલ મેળવી પોલીસ વિભાગ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવા વધાર્યું છે. દાહોદ પોલીસ સોમજી ભાઈ ઉપર ગર્વ કરી આગળ વધુ મેડલ મેળવે તે માટે પોલીસ વિભાગ પણ તેમને પ્રોત્સાહન પૂરું પાડી જરૂરી સહયોગ કરે છે. દરરોજ ગ્રાઉન્ડ ઉપર કસરત કરી પોતાના શરીરને ફિટ રાખતા સોમજી ભાઈ વર્લ્ડ ચેમ્પિયન બનવાનો આશાવાદ સેવી રહ્યા છે.  

આ પણ વાંચો -- Gujarat : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.