ગોંડલમાં ચૂંટણી પહેલા ગોંડલ જૂથ અને રિબડા જૂથ વચ્ચે ટેલિફોનિક તડાફડી
રાજકોટની ગોંડલની બેઠકમાં આરપાર જંગરાજકોટ વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલ જૂથ અને રિબડા જૂથ વચ્ચે ટેલિફોનિક તડાફડી બોલીઓડિયો કલીપ થઈ વાયરલગુજરાત ફર્સ્ટ ઓડિયો કલીપની પુષ્ટિ નથી કરતુંગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra) ની હાઇપ્રોફાઇલ બેઠક ગોંડલ (Gondal) બેઠક પરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગોંડલ બેઠક પર ટિકિટને લઇને ખેંચતાણ વધી રહી છે. વિàª
- રાજકોટની ગોંડલની બેઠકમાં આરપાર જંગ
- રાજકોટ વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલ જૂથ અને રિબડા જૂથ વચ્ચે ટેલિફોનિક તડાફડી બોલી
- ઓડિયો કલીપ થઈ વાયરલ
- ગુજરાત ફર્સ્ટ ઓડિયો કલીપની પુષ્ટિ નથી કરતું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra) ની હાઇપ્રોફાઇલ બેઠક ગોંડલ (Gondal) બેઠક પરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગોંડલ બેઠક પર ટિકિટને લઇને ખેંચતાણ વધી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલ જૂથ અને રિબડા જૂથ વચ્ચે ટેલિફોનિક તડાફડી બોલી છે અને આ ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે જેના કારણે ઉત્તેજના વધી ગઇ છે.
વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ
સૌરાષ્ટ્રમાં સૌથી હાઈ પ્રોફાઈલ ગોંડલ બેઠક પર બંને જૂથનો દીવસે દીવસે જૂથવાદ વધી રહ્યો છે. ફરી એકવાર ચૂંટણીને લઈ ગોંડલ જૂથ અને રિબડા જૂથ વચ્ચે ટેલિફોનિક તડાફડીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ગોંડલ જૂથના આગેવાન અને રિબડા જૂથના ટેકેદાર વચ્ચે ટેલિફોનીક વાતચીત સંભળાઇ રહી છે. આ ઓડિયો ક્લિપમાં ચૂંટણી અને ટિકિટને લઈને ખેંચતાણ તથા શાબ્દિક માથાકૂટ સંભળાઇ રહી છે. ગોંડલ જૂથના આગેવાન દ્વારા ફોન કરનાર વ્યક્તિને રિબડામાં આવી પરિણામ ભોગવાની ચીમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ ચૂંટણીમાં માથાકૂટ સર્જાવાની સંભાવના પણ જોવા મળી રહી છે.
ત્રણ ઓડિયો ક્લિપ વાયરલ
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી અને ફરી એક વખત ત્રણ જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રીબડા જૂથના એક વ્યક્તિએ ગોંડલ આગેવાનને ફોન કર્યો હતો એને તે ફોનમાં ચોક્કસ વ્યક્તિ ખોટું કરી રહ્યાનું કહ્યું હતું. સામા પક્ષે ગોંડલ જૂથના આગેવાનોએ નામ પૂછતાં તે વ્યક્તિએ રૂબરૂ મળીશું તેમ કહી પણ કાપી નાખ્યો હતો ત્યારબાદ રીબડા ને ફોન કરીને મુખ્ય વ્યક્તિએ પણ આ બાબતે તપાસ કરાવી લઇશ તેવો જવાબ આપી વાત ટૂંકાવી હતી. જોકે ત્યારબાદ મામલો બિચક્યો હતો.
ઓડિયો કલીપ બાદ પોલીસ થઈ સતર્ક
જોકે ઓડિયો ક્લિપ વાયરલ થતાં હવે પોલીસ પણ સતર્ક થઈ છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હવે પોલીસ પણ સતર્ક થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement