Sunday બન્યો Rainday....! વહેલી સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ..
રાજ્યમાં રવિવારે વહેલી સવારથી વરસાદ (Rain)નું જોર વધ્યું છે અને 2 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. મોટાભાગના સ્થળોએ 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. #GujaratRain | અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ#ahmedabad #Rain #Monsoon2023 #GujaratRain #heavyrain #heavyrains #GujaratFirst...
રાજ્યમાં રવિવારે વહેલી સવારથી વરસાદ (Rain)નું જોર વધ્યું છે અને 2 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. મોટાભાગના સ્થળોએ 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
#GujaratRain | અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ#ahmedabad #Rain #Monsoon2023 #GujaratRain #heavyrain #heavyrains #GujaratFirst #breakingnews #weathernews #weatherforecast #WeatherUpdate pic.twitter.com/ZTITApmjuF
— Gujarat First (@GujaratFirst) July 9, 2023
Advertisement
2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ
રવિવારે વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસામાં રવિવારે સવારે 2 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે મોરબીમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભિલોડા, ધનસુરામાં 2 કલાકમાં દોઢ ઈંચ અને દહેગામ અને વિજયનગરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ
અમદાવાદમાં પણ રવિવારે વહેલી સવારથી સર્વત્ર વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી બનાવો બન્યા છે. નવા વાડજમાં જમીનમાં ટ્રક ગરકાવ થઇ ગઇ હતી. મહેસાણા જીલ્લામાં પણ સર્વત્ર વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો જામનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં જામનગરમાં 24 કલાકમાં પોણા 5 ઈંચ વરસાદ, તાલાલામાં સવા 4 ઈંચ, વિજાપુરમાં 4 ઈંચ વરસાદ, વેરાવળમાં સાડા 3 ઈંચ, માંડવીમાં 3 ઈંચ વરસાદ, હારીજ, મોરબી, વાંસદામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે હિંમતનગર, ભુજ, સૂત્રાપાડામાં સવા 2 ઈંચ વરસાદ અને ટંકારા, હળવદ, માંગરોળમાં સવા 2 ઈંચ વરસાદ પડ્યો છે. બારડોલી, ઉમરપાડા, ખેરગામ, ડોલવણ, ગાંધીનગર, માળિયા હાટીનામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 46 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે.