Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સાંસદ-ધારાસભ્યો PM મોદી અને ગૃહમંત્રીને મળ્યા, જાણો કઇ માંગ મુકી

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સાંસદ અને ધારાસભ્યો (MP - MLA) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA - AMIT SHAH) ની મુલાકાતે ગયા હતા. દરમિયાન વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ને...
vadodara   સાંસદ ધારાસભ્યો pm મોદી અને ગૃહમંત્રીને મળ્યા  જાણો કઇ માંગ મુકી

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સાંસદ અને ધારાસભ્યો (MP - MLA) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA - AMIT SHAH) ની મુલાકાતે ગયા હતા. દરમિયાન વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ને ઇન્ટરનેશનલ ફ્લાઇટ (INTERNATIONAL FLIGHT) મળે તે માટેની માંગ મુકી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન વડોદરા શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ પણ જોડાયા હતા. સતત ત્રીજી ટર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે વડોદરાના સાંસદ-ધારાસભ્યોની આ પ્રથમ મુલાકાત હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું.

Advertisement

ભાજપના શહેર-જિલ્લા પ્રમુખ પણ જોડાયા

સ્માર્ટ સિટીની તર્જ પર વિકાસ પામતા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, શહેર જિલ્લાના ધારાસભ્યો સર્વે કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, યોગેશ પટેલ, ચૈતન્ય દેસાઇ, શૈલેષ સોટ્ટા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ અને જિલ્લા પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા) દિલ્હીની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. હાલ દિલ્હીમાં ચાલતા સાંસદ સત્ર દરમિયાન વડોદરાના ચૂંટાયોલા પ્રતિનિધિઓનું મંડળ ટોચને નેતૃત્વની મુલાકાતે પહોંચ્યું હતું.

Advertisement

વડોદરામાં વરસાદે કેવો છે ?

આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ વડોદરાને દુબઇ અને સિંગાપુરની ફ્લાઇટ મળે તે અંગેની ભારપુર્વક રજુઆત કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન ગૃહમંત્રીએ પુછ્યું કે, વડોદરામાં વરસાદે કેવો છે ? ત્યારે એક નેતાઓ કહ્યું કે, 14 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં પૂર જેવી સ્થિતી સર્જાઇ હતી. વધુમાં ઉમેરતા કર્યું કે, વરસાદ સારો છે, તેનાથી ખેડૂતો ખુશ છે.

Advertisement

સાંસદે વડાપ્રધાનને પુસ્તક ભેંટ આપી

આમ, સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્યોનું મંડળ તેમની મુલાકાતે પહોંચ્યું હતું. આ મુલાકાત દરમિયાન વડોદરાના સાંસદે વડાપ્રધાનને પુસ્તકની ભેંટ આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ટોચના નેતૃત્વ સમક્ષ વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાની રજુઆત હવે કેટલા સમયમાં ફળે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : સાવલીમાં રોડ પરના ખાડાને એક વર્ષ થતા કેક કાપી ચોકલેટ વહેંચી

Tags :
Advertisement

.