Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Flight: તોફાની હવા અને હિમવર્ષા વચ્ચે ડગમગાઈ ફ્લાઈટ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Flight: કાશ્મીરમાં અત્યારે તોફાની હવા અને હિમવર્ષા ચાલુ છે. દિલ્હીમાં પણ ગઈ કાલે ભારે પવન ફૂંકાયો હતો. આવી સ્થિતિમાં લોકોને હવાઈ મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન નવી દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે...
flight  તોફાની હવા અને હિમવર્ષા વચ્ચે ડગમગાઈ ફ્લાઈટ  મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Flight: કાશ્મીરમાં અત્યારે તોફાની હવા અને હિમવર્ષા ચાલુ છે. દિલ્હીમાં પણ ગઈ કાલે ભારે પવન ફૂંકાયો હતો. આવી સ્થિતિમાં લોકોને હવાઈ મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન નવી દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે ડગમગવા લાગી હતી. જેના કારણે ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકોના શ્વાસ અટકી ગયા હતા.

Advertisement

IndiGo ફ્લાઇટે નવી દિલ્હીથી શ્રીનગર માટે ઉડાન ભરી હતી

ઉલ્લેખનીય છે કે, 19 ફેબ્રુઆરી 2024ની સાંજે 05:25 IndiGo ફ્લાઇટ નંબર 6E6125, નવી દિલ્હીથી શ્રીનગર માટે ઉડાન ભરી હતી, જ્યારે તેને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. જોરદાર વાવાઝોડાને કારણે તે ચાલી શકતી ન હતી.આ દરમિયાન ફ્લાઇટ (Flight)માં હાજર તમામ મુસાફરોએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને સલામતી માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે સમયે મુસાફરોને લાગ્યું કે જાણે આ તેમની છેલ્લી ક્ષણ છે.

Advertisement

બાબા ફિરદૌસ પણ ફ્લાઇટમાં સવાર હતા

મળતી વિગતો પ્રમાણે કાશ્મીર સેવા સંઘના વડા બાબા ફિરદૌસ પણ ફ્લાઇટ (Flight)માં સવાર હતા.તેમણે કહ્યું કે આ તેના અને પ્લેનના અન્ય તમામ મુસાફરો માટે નવું જીવન છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ફ્લાઈટ ડગમગી રહી છે અને લોકો મોટેથી પ્રાર્થના કરી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતાં. તેમણે એવું લાગવા લાગ્યું કે, હવે આ એમના જીવનની છેલ્લી ઘડી છે અને તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં. આવી સ્થિતિ જ્યારે પણ નિર્મામ પામે છે ત્યારે સ્વાભાવિક છે કે, લોકો ગભરાઈ જવાના છે. ઉલ્લેખનીય છે કે, 19 ફેબ્રુઆરી 2024ની સાંજે 05:25 IndiGo ફ્લાઇટ નંબર 6E6125, નવી દિલ્હીથી શ્રીનગર માટે ઉડાન ભરી હતી, જ્યારે તેને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો.

 આ પણ વાંચો: PM Modi જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, ત્રણ નવી AIIM સહિત 30,500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી

Advertisement

Tags :
Advertisement

.