Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોલ્ડ , સિલ્વર, બ્રોન્ઝ જાણો આજે સુપર સન્ડેમાં કેટલા મેડલ ભારતના નામે

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે વધુ એક ગોલ્ડ મેડલ  ભારતની પલડામાં નાખ્યો છે. પંખાલે 51 કિગ્રા વજન વર્ગનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તે પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળ રહ્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગઇકાલે ભારતીય બોક્સરે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. પુરૂષ બોક્સર અમિત પંઘાલે પોતાની સેમીફાઈનલ àª
ગોલ્ડ   સિલ્વર  બ્રોન્ઝ જાણો આજે સુપર સન્ડેમાં કેટલા મેડલ ભારતના નામે

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે વધુ એક ગોલ્ડ મેડલ  ભારતની પલડામાં નાખ્યો છે. પંખાલે 51 કિગ્રા વજન વર્ગનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તે પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળ રહ્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

Advertisement

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગઇકાલે ભારતીય બોક્સરે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. પુરૂષ બોક્સર અમિત પંઘાલે પોતાની સેમીફાઈનલ મેચ જીતી લીધી હતી. અમિતે મેન્સ ફ્લાયવેટ કેટેગરી 48-51 કિગ્રા ની સેમિફાઇનલ મેચમાં ઝામ્બિયન બોક્સર પેટ્રિક ચિનયેમ્બાને હરાવ્યો હતો

Advertisement

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક  ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે વધુ એક ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો છે. પંખાલે 51 કિગ્રા વજન વર્ગનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તે પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળ રહ્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં 5 જજે પંખાલને 10 પોઈન્ટ આપ્યા હતા. બીજા રાઉન્ડમાં 5માંથી 4 જજે ભારતીય બોક્સરને 10-10 પોઈન્ટ આપ્યા હતા.

ભારતીય બોક્સર નીતુએ પણ ગોલ્ડ મેડલ જીત્યો 

Advertisement

ભારતીય બોક્સર નીતુએ ઈંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવીને મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો ગોલ્ડ મેડલ છે. તેણે આ ગેમ્સમાં ભારતને 14મો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ તરફ ભારતીય મહિલા ટીમે શૂટઆઉટમાં પહોંચીને મેચ જીતી લીધી હતી. ભારતે ત્રણ ગોલ કર્યા હતા અને ગોલકીપર સવિતાએ ત્રણ ગોલ બચાવ્યા હતા. 16 વર્ષ બાદ મહિલા ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહી. તો વળી પ્રિયંકા ગોસ્વામીએ કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી બતાવ્યો છે. તે 10 હજાર મીટર રેસ વોકમાં મેડલ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા એથલીટ બની ગઈ છે. પ્રિયંકાએ 43:38.82 માં રેસ પૂરી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ તરફ પીવી સિંધુએ સિંગાપોરની યેઓને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી અને પોતાનો મેડલ સુનિશ્ચિત કર્યો. આ રોમાંચક મેચમાં સિંધુએ 21-19, 21-17થી મેચ જીતી લીધી હતી.

કોમનવેલ્થ ગેમ્સના દસમાં  દિવસે ભારતે સૌ વધુ 8  મેડલ જીત્યા

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ફાળે કુલ 48  મેડલ

અત્યાર સુધી ભારતે 17  ગોલ્ડમેડલ પર કર્યો કબજો

અત્યાર સુધી ભારતે 12  સિલ્વરમેડલ જીત્યા

અત્યાર સુધી ભારતે 19  બ્રોન્ઝમેડલ પોતાના નામે કર્યા

સિંગલ્સ કેટેગરીમાં 3-5 થી જીત્યો બ્રોન્ઝમેડલ

ઇંગ્લેન્ડની સુ બેઇલીને 11-5,11-2,11-3થી હરાવ્યો

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો ડંકો

બોક્સર અમિત પંઘાલ અને નીતુએ જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો

ટ્રિપલ જમ્પમાં ભારતના એલ્ડહોસે ગોલ્ડ અને અબ્દુલ્લા બાકરે સિલ્વર મેડલ જીત્યો

સંદીપ કુમારે 10 હજાર મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પીવી સિંધુ અને લક્ષ્ય સેન સિંગલ્સ કેટેગરીની ફાઇનલમાં પહોંચી

ભારતીય બોક્સર નિખત ઝરીને ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો  

Tags :
Advertisement

.