Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BOXING DAY MATCH : ભારત આજે સાઉથ આફ્રિકા સામે BOXING DAY મેચ રમશે, જાણો BOXING DAY એટલે શું અને તેનો ઇતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકા સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરવા જઈ રહી છે.  ભારત તેની પહેલી ટેસ્ટ મેચ સેંચુરિયનમાં રમશે, જે ભારતીય સમયાનુસાર આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થવા જઈ રહી છે. નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્ષ...
boxing day match   ભારત આજે સાઉથ આફ્રિકા સામે boxing day મેચ રમશે  જાણો boxing day એટલે શું અને તેનો ઇતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકા સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરવા જઈ રહી છે.  ભારત તેની પહેલી ટેસ્ટ મેચ સેંચુરિયનમાં રમશે, જે ભારતીય સમયાનુસાર આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થવા જઈ રહી છે. નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્ષ 1992થી દક્ષિણ આફ્રિકાની ધરતી પર દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી રમી રહી છે, પરંતુ અત્યાર સુધી ટીમ એક પણ શ્રેણી જીતી શકી નથી.

Advertisement

આથી ભારતીય ટીમ પાસે આ સીરિઝ થકી ઇતિહાસ રચવાની મોટી તક છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવા જઈ રહી આ ટેસ્ટ મેચ BOXING DAY ટેસ્ટ મેચ છે. તો ચાલો આજે આપણે જાણીએ આ BOXING DAY ટેસ્ટ મેચ છે શું. શા માટે BOXING DAY ની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

શા માટે 26 ડિસેમ્બરે BOXING DAY ઉજવવામાં આવે છે ?

નાતાલના બીજા દિવસે ઘણા દેશોમાં BOXING DAY ઉજવવામાં આવે છે. BOXING DAY એવા દેશો દ્વારા ઉજવવામાં આવે છે જે એક સમયે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા. આ પરંપરા સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ઉજવવામાં આવી હતી. આ પછી કેનેડા, નાઇજીરીયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ત્રિનિદાદ અને ટોબેગો સહિત સમગ્ર ઓસ્ટ્રેલિયામાં તેની ઉજવણી થવા લાગી.

Advertisement

વર્ષ 1968 માં રમાઈ હતી પ્રથમ BOXING DAY ટેસ્ટ મેચ

ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ BOXING DAY  મેચ ક્યારે અને કઈ ટીમો વચ્ચે રમાઈ તે જાણવા માટે ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. જો તમને પણ આ જ પ્રશ્ન હોય તો પ્રથમ બોક્સિંગ ડે મેચ વર્ષ 1968 માં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. કાંગારૂ ટીમ 1980 થી દરેક BOXING DAY પર એક ટેસ્ટ મેચનું આયોજન કરે છે.

ટીમ ઈન્ડિયાએ 1985 માં પ્રથમ BOXING DAY ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી

રસપ્રદ વાત એ છે કે ભારતીય ટીમ બોક્સિંગ ડેની ઘણી મેચોનો ભાગ પણ રહી ચુકી છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ વર્ષ 1985માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

BOXING DAY ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો પક્ષ મજબૂત 

BOXING DAY ના અવસર પર, ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો અત્યાર સુધીમાં છ ટેસ્ટ મેચોમાં સામસામે આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે બે ટેસ્ટ મેચ જીતી છે, જ્યારે ચાર મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતના કપ્તાન રોહિત શર્મા પ્રથમ વખત BOXING DAY મેચમાં કપ્તાની કરશે 

ભારતના કપ્તાન રોહિત શર્મા 26 ડીસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામે પ્રથમ વખત BOXING DAY ટેસ્ટ મેચમાં કપ્તાની કરવા માટે ઉતરવાના છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ પ્રવાસમાં ODI અને T20 શ્રેણીનો ભાગ હતા નહીં, પરંતુ હવે તેઓ ટેસ્ટ મેચ શૂરું થતા ટીમનો ભાગ બન્યા છે.

આ BOXING DAY ટેસ્ટ માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન 

ભારત : રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ

દક્ષિણ આફ્રિકા : ડીન એલ્ગર, ટેમ્બા બાવુમા (c), એઇડન માર્કરામ, કીગન પીટરસન, ટોની ડી જોર્ઝી, કાયલ વેરેન (wk), કેશવ મહારાજ, લુંગી એનગીડી, કાગીસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્ગર.

આ પણ વાંચો -- Ind vs RSA 1st Test : આજે આ સમયે શરૂ થશે ‘મહામુકાબલો’, ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની તક

Tags :
Advertisement

.