VADODARA : કપિરાજે કૂદકો મારતા ઇંટ પડી, વૃદ્ધનું માથું ફૂટ્યું
VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથકની હદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વૃદ્ધ પોતાના ઘરની બહાર બેઠા હતા. તે દરમિયાન કપિરાજ (વાંદરુ) એ કુદકો મારીને બાજુના ઘર પર આવ્યા હતા. જેના કારણે વૃદ્ધના માથા પર ઇંટ પડી હતી, અને તેમનું માથું ફૂટ્યું હતું. જે બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો છે. ઘટના અંગે નજીકના પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. (MONKEY JUMP ON HOUSE, BRICK FALL ON OLD AGE MAN - VADODARA RURAL)
વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા
વડોદરા ગ્રામ્યમાં આવતા સેવાસીમાં પીપળાગેટ પાસે બારીયા વગો આવેલો છે. જેમાં રમણભાઇ રામાભાઇ સોલંકી (ઉં. 72) રહેતા હતા. 5, માર્ચના રોજ સવારે તેઓ પોતાના ઘર બહાર બેઠા હતા. દરમિયાન બાજુના ઘર ઉપર કપિરાજે કુદકો માર્યો હતો. જે બાદ એક ઇંટ ઘર ઉપરથી વૃદ્ધ પર પડી હતી. અને તેમનું માથું ફૂટ્યું હતું. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી
દરમિયાન ટુંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે નરેદ્રભાઇ રમણભાઇ સોલંકીએ વડોદરા તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. જે બાદ સમગ્ર મામલાની તપાસ એએસઆઇ જયદિપસિંહ માનસિંહને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : MSU ના લાયકાત વગરના પૂર્વ VC ને રવાના કરવા ફાળો ઉઘરાવ્યો