ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી મોતની છલાંગ, પતિ અને દીકરીની નજર સામે મહિલાએ લગાવી હતી મોતની છલાંગ
ભરૂચના ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ ઉપરથી એક જ દિવસમાં મોતની છલાંગ લગાવાની બે ઘટના ઘટી હતી જેમાં ગોલ્ડન બ્રિજ ઉપરથી પત્ની અને માસુમ દિકરીની નજર સામે જ મોતની છલાંગ લગાવનારી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે હજુ એક મુદ્દેની શોધ ખોળ કરવામાં આવી રહી છે.પતિ અને દીકરીની સામે મહિલાએ છલાંગ લગાવીભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક નજીકમાં રહેતા મૂળ UPના યશવંત યાદવ શનિવારે ફર્સ્ટશિપમાં દહેજનà
Advertisement

ભરૂચના ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ ઉપરથી એક જ દિવસમાં મોતની છલાંગ લગાવાની બે ઘટના ઘટી હતી જેમાં ગોલ્ડન બ્રિજ ઉપરથી પત્ની અને માસુમ દિકરીની નજર સામે જ મોતની છલાંગ લગાવનારી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે હજુ એક મુદ્દેની શોધ ખોળ કરવામાં આવી રહી છે.
પતિ અને દીકરીની સામે મહિલાએ છલાંગ લગાવી
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક નજીકમાં રહેતા મૂળ UPના યશવંત યાદવ શનિવારે ફર્સ્ટશિપમાં દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરીએ ગયા હતા. જ્યાંથી પરત આવતા પત્ની સોનાલીએ ફરવા લઈ જવાની જીદ પકડી હતી. પતિએ હું જમી લવ પછી જઈએ એવુ કહ્યું હતું.
જોકે પત્નીએ ના મારે અત્યારે જ જવું છે કહેતા, પતિ બાઇક લઈ પોતાની અઢી વર્ષની દીકરી દ્રશ્યા અને પત્નીને લઈ બાઇક ઉપર આટો મારવા નીકળી પડ્યા હતા. પહેલા પત્નીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લઈ જવા કહેતા ત્યાં પોહચતા પત્ની સોનાલીએ ગોલ્ડનબ્રિજ ઉપર જઈએ તેમ કહ્યું હતું. પતિ બાઇક પર દીકરી અને પત્નીને બેસાડી ગોલ્ડનબ્રિજ ઉપર પોહચ્યો હતો. જ્યાં બાઇક મૂકી પતિએ દીકરીને તેડી જ હતી ત્યાં પત્ની બ્રિજમાં દોડવા લાગી હતી. ગોલ્ડનબ્રિજના ગાળામાંથી નીચે નદીમાં કૂદી પડી હતી.
24 કલાક બાદ મૃતદેહ મળ્યો
હાથમાં દીકરી હોવાથી પત્નીને પતિ પકડી શક્યો ન હતો. માત્ર સ્વેટરનો સ્પર્શ થવા સાથે પત્ની નદીમાં પડી હતી. ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના શૈલેષભાઈ નાઈને કરાતા તેઓએ તરત ફાયર બ્રિગેડ, સ્થાનિક નાવડીઓવાળા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ગોલ્ડનબ્રિજ ખાતે દોડી ગયા હતા. બ્રિજ ઉપર પોલીસ, ફાયરના લાશ્કરો સાથે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.
નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સોનાલી યાદવનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પતિ યશવંતે સોનાલી કોઈ ટેંશનમાં હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું. જોકે મહિલાના મૃત્યુની શોધખોળ કરતા 24 કલાક બાદ મહિલાનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
કારણ અકબંધ
બીજી તરફ બપોરે જ કેબલબ્રિજ ઉપરથી એક સ્થાનિક યુવાન બાઇક લઈને આવી બ્રિજના ખાચામાં મુકી નદીમાં કૂદી પડ્યો હોવાની ઘટના બની હતી. લાશ્કરો યુવાન અને પરિણીતા બન્નેની નદીમાં શોધખોળ ચલાવી રહ્યાં છે. જોકે બન્નેએ ક્યાં કારણોસર નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો તેનું કારણ હજી બહાર આવી શક્યું નથી.
આ પણ વાંચો - રાજ્યમાં આગામી બે દિવસ પડશે હાડ થીડવતી ઠંડી, તંત્રએ સુચનો જાહેર કર્યાં, તો અંબાલાલે કહી આ વાત, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement