VADODARA : પરીક્ષા આપવા નીકળેલી યુવતિનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો
VADODARA : વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી અને MSU માં બીકોમના પ્રથમ વર્ષમાં ભણતી 20 વર્ષિય વિદ્યાર્થીની ગુરૂવારે પરીક્ષા આપવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. ત્યાર બાદ બપોરે તેણે પોતાના ભાઇને મેસેજ કરીને પરીક્ષાના સમય તથા તેના પરત આવવાના સમય અંગેની જાણ કરી હતી. સાંજનો સમય વિત્યા બાદ પણ તે ઘરે આવી ન્હતી. જેથી પરિજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં કંઇ હાથ લાગ્યું ન્હતું. આખરે પરિજનોને તેના વાહનની જાણ તથા તેઓ અંપાડ કેનાલ પાસે દોડી આવ્યા હતા. ત્યાં તપાસ કરતા તેને મૃતહેદ મળી આવ્યો હતો. આ મામલે મૃતકના ભાઇ દ્વારા તેની જોડે અનિચ્છનીય ઘટના ઘટી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. (GIRL BODY FOUND IN SUSPICIOUS CONDITION - VADODARA)
બુટ અને મોબાઇલ મળી આવ્યા
મૃકતના ભાઇએ મીડિયાને જણાવ્યું કે, મારા બહેન અમિષા ગુરૂવારે ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા હતા. ત્યાર બાદ તેનો અઢી વાગ્યે મને ફોન આવ્યો હતો. તેમાં તેણે જણાવ્યું કે, બપોરે ત્રણ થી પાંચ વાગ્યા સુધી મારે પેપર છે. એટલે હું છ વાગ્યે ઘરે આવી જઇશ. તે સાત વાગ્યા સુધી ઘરે આવી ન્હતી. ત્યાર બાદ અમે શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની કોઇ ભાળ મળી ન્હતી. આખરે અમને પરિજન દ્વારા જાણ થઇ કે, અંપાડ કેનાલ પાસે તેનું વાહન પડ્યું છે. ત્યાર બાદ અમે સ્થળ પર આવ્યા હતા. સ્થળ પર તેનું વાહન કેનાલ કીનારે મળી આવ્યું છે. અને તેના બુટ શંકાસ્પદ રીતે તેના વાહનથી 100 મીટર દુર વિરૂદ્ધ દિશામાં છુટાછવાયા મળી આવ્યા છે. પાસેથી તેનો મોબાઇલ પણ મળ્યો છે.
મને આ સ્યુસાઇડ લાગતું નથી
વધુમાં જણાવ્યું કે, તેનું બેગ હતું, પણ તે ગુમ છે. આ મામલ અમને કંઇક શંકાસ્પદ લાગી રહ્યું છે. મારી બહેન પર કોઇ અનિચ્છનીય કૃત્ય કરવામાં આવ્યું હોઇ શકે છે. મને આ સ્યુસાઇડ લાગતું નથી. કંઇક અનિચ્છનીય બન્યું હોય તેમ લાગી રહ્યું છે. તેને કોઇ હેરાન કરતું હતું કે કેમ તે અંગે અમને કંઇ જાણ નથી. તે વિચારોમાં રહેતી હતી, પરંતુ તેણે અમને કંઇ કીધુ ન્હતું. તેને મોબાઇલ ફોન ઝાડ નીચેથી રીકવર કરવામાં આવ્યું છે. અમારા કાકાના પરિચીત અહિંયાથી અવર-જવર કરતા હોય છે, એટલે તેમણે અમારા કાકાને જાણ કરી હતી. અને ત્યાર બાદ અમે સ્કૂટીનો નંબર જોયો તો તે અમારી હતી. જે બાદ અમે ફાયર વિભાગને જાણ કરી હતી. મારી બહેન આત્મહત્યા કરી શકે નહીં. આ કોઇએ કાવતરું રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરે તેવી આશા છે.
આ પણ વાંચો --- VADODARA : ત્રણ વાહનો ફંગોળ્યા બાદ કાર થોભી, ચાલકે લવારી કરી, 'Another Round'