Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shubman Gill ની ગર્લફ્રેંડ મળી ગઇ? સ્ક્રીન પર તસ્વીર જોઇને શરમાઇ ગયો ખેલાડી

Mystery Girl in Gujarat : હાલમાં IPL 2024 ની સિઝન જામી ચુકી છે. અનેક ટીમો આઘાતજનક તો કેટલીક ટીમ આશ્ચર્યજનક રીતે પ્રદર્શન કરી રહી છે. જો કે આ તમામ વચ્ચે હાલ સૌથી વધારે ચર્ચા Shubman Gill છે. Sachin Tendulkar ની...
shubman gill ની ગર્લફ્રેંડ મળી ગઇ  સ્ક્રીન પર તસ્વીર જોઇને શરમાઇ ગયો ખેલાડી
Advertisement

Mystery Girl in Gujarat : હાલમાં IPL 2024 ની સિઝન જામી ચુકી છે. અનેક ટીમો આઘાતજનક તો કેટલીક ટીમ આશ્ચર્યજનક રીતે પ્રદર્શન કરી રહી છે. જો કે આ તમામ વચ્ચે હાલ સૌથી વધારે ચર્ચા Shubman Gill છે. Sachin Tendulkar ની દિકરી Sara Tendulkar સાથે અફેરની ચર્ચા વચ્ચે શુભમન ગીલ એક અલગ જ કારણથી ચર્ચામાં આવ્યો છે. 17 એપ્રીલે Gujarat Titans અને Delhi Capitals વચ્ચે મેચ યોજાઇ હતી. જેમાં ગુજરાતનું પ્રદર્શન ખુબ જ શરમજનક રહ્યું હતું.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ

જો કે આ મેચમાં એક બીજી ઘટના બની હતી. જેમાં કેમેરા મેન દ્વારા એક ચોક્કસ યુવતીને સ્ક્રીન પર દેખાડવામાં આવી હતી. જેને જોઇને શુભમન ગીલ શરમાઇ ગયો હતો. જાણે પોતે પકડાઇ ગયો હોય તે પ્રકારે પહેલા તે યુવતીને જોતો રહ્યો અને પછી જ્યારે ખબર પડી કે કેમેરો તેના પર પણ હોઇ શકે છે તો તે તુરંત જ શરમાઇ ગયો હતો. જો કે હાલ તો આ યુવતી કોણ છે અને તેને જોઇને શુભમન ગીલ કેમ શરમાઇ ગયો તે બાબતે સોશિયલ મીડિયા પર જબરજસ્ત ચર્ચા ચાલી રહી હતી.

Advertisement

સોશિયલ મીડિયા પર આવી રહી છે અનેક પ્રકારની પ્રતિક્રિયા

ગુજરાત ટાઇટન્સની મેચ દરમિયાન આ મિસ્ટ્રી ગર્લ જ છવાયેલી રહી હતી. હાલ તો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. શુભમન ગીલના રિએક્શન અંગે હાલ જાતભાતની ચર્ચાઓ ચાલી રહી છે. કેમેરામાં કેદ થયેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો જાતભાતની કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ યુવતીની તુલના હોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી અના ડે સાથે થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અના ડે જેવી દેખાતી આ યુવતી પર ગીલનું દિલ ઓવારી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement

Trending News

.

×