VADODARA : મકરસંક્રાંતિ પર્વ પર 30 થી વધુ ઘાયલ, 4 ના મોત
VADODARA : વડોદરા (VADODARA) માં મકરસંક્રાંતિ (UTTARAYAN - 2025) પર્વ પર પતંગના દોરાના કારણે તથા ધાબા પરથી પડી જવાના કારણે ઇજાઓ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગતરોત ઉત્તરાયણ પર્વ પર 30 થી વધુ લોકો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયા હોવાના તથા ધાબા પરથી પડી જવાના કિસ્સાઓ બન્યા હતા. જે તમામને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ઉપરાંત 4 લોકોનું પગંતના દોરા તથા અન્ય કારણોસર મૃત્યું થવાનું સામે આવ્યું હતું. ઉત્તરાયણ પર્વ પર 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેટા એનાલિસિસ કરીને સંભવિત માંગ સામે પહોંચી વળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે એકંદરે સફળ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
રસ્તામાં ગળા પર પતંગનો દોરો ઘસાતા ઉંડો ઘા વાગ્યો
વડોદરામાં ડિસેમ્બર માસથી પતંગના દોરા વડે ઇજાગ્રસ્ત થવાની તથા મૃત્યુ પામવાની ઘટનાઓ સામે આવી હતી. જે ઉત્તરાયણના દિવસ સુધી ચાલુ રહી હતી. છાણી વિસ્તારમાં રહેતા માધુરી બહેન ટુ વ્હીલર પર ક્યાંક જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં તેમના ગળા પર પતંગનો દોરો ઘસાતા ઉંડો ઘા વાગ્યો હતો. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. અન્ય એક કિસ્સા પ્રમાણે પતંગ પકડવા માટે યુવક દોડતો દોડતો રેલવે ટ્રેક પર પહોંચી ગયો હતો. જ્યાં તે ટ્રેન સાથે ભટકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અને બાદમાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ સાથે અનેક પગંતના દોરા વડે ઇજાઓ થવાના તથા ધાબા પરથી પડી જવાના કિસ્સાઓ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા.
લોકો ભીડમાં એકત્ર થયા હોય છે
એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાતો હોય છે. આ દરમિયાન લોકો ભીડમાં એકત્ર થયા હોય છે. આ સમયે પતંગની દોરીના કારણે તથા ધાબા પરથી પડી જવાના કારણે ઇજાના બનાવો બનતા હોય છે. ગઇ કાલે એસએસજી હોસ્પિટલમાં 30 કેસ પતંગની દોરી વડે ઇજા, તથા ધાબા પરથી પડી જવાના કારણે આવ્યા હતા. ઉપરાંત 4 દર્દીઓનું પગંતની દોરી તથા અન્ય કારણોસર મૃત્યું પણ થયું છે.
આ પણ વાંચો -- VADODARA : બોલવાના હોશ ગુમાવી ચૂકેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો