Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kite Festival : અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે 'પતંગ મહોત્સવ'નો શુભારંભ કરાવ્યો, જાણો આ વર્ષે શું છે ખાસ?

ઉતરાયણનો તહેવાર ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો વહેલી સવારથી જ અગાશી પર ચઢીને પતંગ ઉડાવતા જોવા મળે છે. સાથે જ ઉતરાયણના દિવસે લોકો ચીક્કી, ઊંધિયું અને શેરડીની પણ મજા માણતા હોય...
kite festival   અમદાવાદમાં cm ભૂપેન્દ્ર પટેલે  પતંગ મહોત્સવ નો શુભારંભ કરાવ્યો  જાણો આ વર્ષે શું છે ખાસ

ઉતરાયણનો તહેવાર ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો વહેલી સવારથી જ અગાશી પર ચઢીને પતંગ ઉડાવતા જોવા મળે છે. સાથે જ ઉતરાયણના દિવસે લોકો ચીક્કી, ઊંધિયું અને શેરડીની પણ મજા માણતા હોય છે. ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ મહોત્સવનું (Kite Festival) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

જણાવી દઈએ કે, આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. આ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા રિવરફ્રન્ટ ખાતે આજે પતંગ મહોત્સવનો (Kite Festival) શુભારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રવાસનમંત્રી મુળુ બેરા અને અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ વર્ષે પતંગ મહોત્સવમાં 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 જેટલા પતંગબાજ ભાગ લેશે.

Advertisement

55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના યોજાનારા પતંગ મહોત્સવમાં (Kite Festival) માત્ર રાજ્ય અને દેશના જ નહીં પરંતુ, વિદેશોમાંથી પણ પતંગબાજો ભાગ લેતા હોય છે. આ વર્ષે પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લઈ રહ્યા છે. આ દેશોમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા સહિતના પતંગબાજો સામેલ છે. જણાવી દઈએ કે, આ વર્ષે રિવરફ્રંટ પર યોજાનારા પતંગ મહોત્સવની સાથે હસ્તકલા (Handicrafts), ફૂડસ્ટોલ (Food Stalls) પણ રાખવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ વર્ષે 15 જેટલા હસ્તકલાના અને 35 જેટલા ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : આજે ‘ઇન્ટરનેશનલ મેરેથોન’નું આયોજન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને કરી આ અપીલ

Tags :
Advertisement

.