Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડીના શ્રમિકે સાયકલ સેરવી

VADODARA : વાયરલ થયેલા સીસીટીવી વોર્ડ નં - 10 માં આવતી અખંડ પાર્ક સોસાયટીના હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે
vadodara   ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડીના શ્રમિકે સાયકલ સેરવી

VADODARA : વડોદરા (VADODARA) માં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડી (DOOR TO DOOR WASTE COLLECTION TEMPO) ના શ્રમિકે સાયકલ સેરવી લીધી હોવાની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થવા પામ્યા છે. જેને પગલે લોકોમાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. વાયરલ થયેલા સીસીટીવી (LIVE CCTV - VADODARA) શહેરના વહીવટી વોર્ડ નં - 10 માં આવતી અખંડ પાર્ક સોસાયટીના હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ હવે પરિવારને પોતાની સાયકલ પરત ક્યારે મળે છે તે જોવું રહ્યું.

Advertisement

કચરો એકત્ર કરતી ગાડીમાં રીવર્સ લઇ રહી છે

વડોદરાને સ્વચ્છ બનાવવા માટે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે પાલિકાની ગાડી ફરે છે. તાજેતરમાં આ ગાડીમાં આવતા શ્રમિકની કરતુત સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. જેને પગલે તરહ-તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક સીસીટીવી ભારે વાયરલ થઇ રહ્યા છે. જેમાં કચરો એકત્ર કરતી ગાડીમાં રીવર્સ લઇ રહી છે. અને તેમાં એક તરફ બેઠેલો શ્રમિક થોડોક નીચે જઇને એક સાયકલને ઉઠાવીને કચરા ગાડીમાં મુકી દે છે. સામાન્ય રીતે લોકોના ઘરમાં કેટલીક વખત વધારે કચરો હોય તો તે લેવામાં તેઓ આનાકાની કરતા હોય છે. પરંતુ અહિંયા તો જાતે જ આખી સાયકલ ઉઠાવીને મુકી દેવામાં આવતી હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળે છે.

સાયકલ ઉઠાવી લીધી

આ ઘટનામાં પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે, શ્રમિકે રોડ સાઇડ પર મુકી રાખેલી કોઇ પરિવારની સાયકલ ઉઠાવી લીધી છે. અને આ ઘટના નજીકમાં મુકેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. વધુમનાં પ્રાથમિક અનુમાન અનુસાર, આ વીડિયો વડોદરાના વહીવટી વોર્ડ નં - 10 માં આવતા અખંડ પાર્ક સોસાયટીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ પરિવારને કેટલા સમયમાં પોતાની સાયકલ પરત મળે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સુશોભન માટે પાથરેલું લીલુ ઘાસ અને કુંડા પણ સુરક્ષિત નથી

Advertisement
Tags :
Advertisement

.