ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર, છતાં પતિ કરતાં સાત ગણી વધારે અમીર છે બિપાશા, આ રીતે કરે છે કમાણી
બોલિવૂડની હોટ અભિનેત્રી બિપાશા બાસુ અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. હાલમાં તે માતૃત્વનો સમય માણી રહી છે. બિપાશા અવારનવાર તેની બેબી ગર્લ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો તેની પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે. બિપાશા તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે અને તમામ યાદગાર પળો ચાહકો સાથે શેર કરે છે. ચાહકો તેના સંબંધિત દરેક અપડેટની આતુરતાથી રાહ જોતા હોય છે. આજે બિપાશા બાસુનો જન્મદ
Advertisement
બોલિવૂડની હોટ અભિનેત્રી બિપાશા બાસુ અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. હાલમાં તે માતૃત્વનો સમય માણી રહી છે. બિપાશા અવારનવાર તેની બેબી ગર્લ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો તેની પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે. બિપાશા તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે અને તમામ યાદગાર પળો ચાહકો સાથે શેર કરે છે. ચાહકો તેના સંબંધિત દરેક અપડેટની આતુરતાથી રાહ જોતા હોય છે. આજે બિપાશા બાસુનો જન્મદિવસ છે. બિપાશા આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર આવો જાણીએ બિપાશા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...
બિપાશા કરણ કરતા વધુ અમીર છે
બિપાશાનો જન્મ 7 જાન્યુઆરી 1979ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. બિપાશા છેલ્લે 2015માં આવેલી ફિલ્મ 'અલોન'માં જોવા મળી હતી. બિપાશા હાલના દિવસોમાં ફિલ્મોથી દૂર હોવા છતાં વૈભવી જીવન જીવે છે. જીવનશૈલીની વાત આવે તો બિપાશાને કોઈ હરાવી શકે તેમ નથી. સંપત્તિના મામલે બિપાશા તેના પતિ કરણ સિંહ ગ્રોવર કરતા ઘણી આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, બિપાશા બાસુ તેના પતિ કરણ કરતા સાત ગણી વધુ અમીર છે. બિપાશાની નેટવર્થ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 111 કરોડ છે અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરની સંપત્તિ 2 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 15 કરોડ છે.
બિપાશાની કમાણી
બિપાશા બાસુ ઘણી મલ્ટીનેશનલ કંપનીઓની જાહેરાતોમાંથી મોટી કમાણી કરે છે. હકીકતમાં, બિપાશાએ રિબોક, એરિસ્ટોક્રેટ લગેજ, ફા ડિઓડોરન્ટ, ગિલી જ્વેલરી, કેડિલા સુગર ફ્રી ગોલ્ડ, હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂ સહિત ઘણી કંપનીઓ માટે જાહેરાત કરી છે. આ દ્વારા તેણે મોટી રકમની કમાણી કરી છે. આટલું જ નહીં તેણે માત્ર 17 વર્ષની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. બિપાશા બાસુ ઘણા સ્ટેજ શો પણ કરે છે. તે એક શો માટે લગભગ બે કરોડ રૂપિયા લે છે. આ સાથે તે 40 થી વધુ મેગેઝીનના કવર પેજ પર પણ જોવા મળી છે. બિપાશા જ્યારે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે તે એક ફિલ્મ માટે બેથી ત્રણ કરોડની તગડી ફી લેતી હતી.
કાર કલેક્શન અને ઘર
બિપાશા પાસે તેની મનપસંદ લક્ઝરી કારનું વિશાળ કલેક્શન છે. બિપાશા બાસુ પાસે તેના કાર કલેક્શનમાં પોર્શ કેયેન છે, જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય અભિનેત્રી પાસે ઓડી, ફોક્સવેગન બીટલ જેવા લક્ઝરી વાહનો છે. બિપાશા પાસે મુંબઈના પોશ વિસ્તારમાં બે ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. તેમજ કોલકાતામાં તેનું ઘર છે. તેની કિંમત પણ કરોડોમાં જણાવવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.