VADODARA : BCA ના કોચે ખેલાડીને મોકલેલા મેસેજથી વિવાદ
VADODARA : બરોડા ક્રિકેટ એસોશિયેસન (BARODA CRICKET ASSOCIATION - VADODARA) ના અંડર - 23 ટીમના મુખ્ય કોચ સામે ગેરવર્તણુંક કરવાનો આરોપ મુકવામાં આવ્યો (BCA COACH MESSAGE CONTROVERSY - VADODARA) છે. આ મામલે બરોડા ક્રિકેટ એસો. ના ધ્યાને આવતા જ તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ મામલે તપાસ સમિતિ દ્વારા સોંપવામાં આવનાર અહેવાલ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું સુત્રોનું કહેવું છે.
મેસેજ અણછાજતો હોવાની સાથે કારકિર્દીને અસર કરે તેવો
સમગ્ર મામલે પ્રાથમિક વિગતો અનુસાર, જુનિયર ભારતીય ટીમ માટે ની અંડર - 23 ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અજિત ભોઇટે દ્વારા ક્રિકેટરને એક મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજ અણછાજતો હોવાની સાથે કારકિર્દીને અસર કરે તેવા હોવાથી આ મામલો બીસીએ સત્તાધીશો સુધી પહોંચ્યો હતો તે બાદ બીસીએ સત્તાધીશો દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ સમિતિ દ્વારા આખરમાં બીસીએને રિપોર્ટ મોકલવામાં આવશે. ત્યાર બાદ સત્તાધીશો આગળની વધુ કાર્યવાહી કરશે.
ગત વર્ષે તેમને અંડર - 23 ટીમના કોચ બનાવવામાં આવ્યા
બીસીએના વિવિધ ટીમોના કોચ પદ પર રહેતા અજિત ભોઇટેના માર્ગદર્શનમાં અનેક ક્રિકેટર અને ટીમો તૈયાર થયેલા છે. તેમના જ માર્ગદર્શનમાં ક્રિકેટની અંડર - 19 ની ટીમોએ કૂચ બિહાર ટ્રોફી જીતી હતી. ગત વર્ષે તેમને અંડર - 23 ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. જેમાં તાજેતરમાં તેમણએ ક્રિકેટરને અશોભનિય મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ તેની કારકિર્દીને અસર કરી શકે તેમ હોવાથી આ મામલો બીસીએ સત્તાધીશો સુધી પહોંચ્યો છે. બીસીએ સુત્રોનું કહેવું છે કે, ક્રિકેટરે આ પ્રકારે અણછાજતો મેસેજ મોકલ્યાનો આરોપ લગાવ્યો છે. જે મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : તિવ્ર ઘોંઘાટ કરતા દોઢ ડઝન બુલેટ જપ્ત કરતી પોલીસ