Gonda : ડિબ્રુગઢ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના
Gonda : ઉત્તર પ્રદેશના ગોંડા (Gonda) માં એક ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. ગોંડા પાસે ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ 10 થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાયેલા છે. બચાવ અને રાહત માટે ટીમો રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
Uttar Pradesh: Chandigarh-Dibrugarh train derails in Gonda-Mankapur section. More details awaited pic.twitter.com/uInKCLaY4v
— ANI (@ANI) July 18, 2024
દુર્ઘટના ગોંડા શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે થઈ
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ગોંડા શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે થઈ હતી. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. દુર્ઘટનાગ્રસ્ત કોચમાં ઘણા મુસાફરો ફસાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે. બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
Assam CM Dr Himanta Biswa Sarma has been briefed about the derailment of the Dibrugarh - Chandigarh express in Uttar Pradesh. He is monitoring the situation and the Government of Assam is in touch with relevant authorities: CMO pic.twitter.com/DTcYwb6gWp
— ANI (@ANI) July 18, 2024
રેલવે અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી
જો કે ઘટનાસ્થળે અત્યાર સુધીમાં બે-ત્રણ મૃતદેહો જોવા મળ્યા હોવાના પણ અહેવાલ છે. અનેક મુસાફરો ઘાયલ થયા છે. એક કોચ તો ઘણો દૂર જઈને પલટી ગયો છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જિલ્લાની તમામ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સીએમ યોગીએ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યમાં ઝડપ લાવવાનો આદેશ આપ્યો છે. રેલવે અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને રેલવે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ટ્રેનનું આગલું સ્ટેશન ગોરખપુર હતું. આવી સ્થિતિમાં પોતાના પ્રિયજનોને લેવા ગોરખપુર આવેલા લોકોમાં ગભરાટનો માહોલ છે.
આ પણ વાંચો----Action : સુરક્ષા દળોની મોટા ક્લિનિકલ ઓપરેશનની તૈયારી
આ પણ વાંચો----CCS : આતંકવાદી હુમલાઓ અંગે લેવાયો સૌથી મોટો નિર્ણય...