Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ પર્સ અને સોનાના દાગીના 108ની ટીમે કર્યા પરત

જ્યારે કોઈ અકસ્માત (Accident)સર્જાય કે કોઈ પ્રકારની મેડીકલ ઈમરજન્સી આવે ત્યારે આપણા મનમાં તાત્કાલીક સારવાર માટે સૌપ્રથમ યાદ આવતો નંબર એટલે 108 જાહેર માર્ગો પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવવામાં આવે છે.       108 ટીમની 
ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ પર્સ અને સોનાના દાગીના 108ની ટીમે કર્યા પરત
જ્યારે કોઈ અકસ્માત (Accident)સર્જાય કે કોઈ પ્રકારની મેડીકલ ઈમરજન્સી આવે ત્યારે આપણા મનમાં તાત્કાલીક સારવાર માટે સૌપ્રથમ યાદ આવતો નંબર એટલે 108 જાહેર માર્ગો પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવવામાં આવે છે.
       

108 ટીમની પ્રમાણિકતા
પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતી આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. આ પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા ૧૦૮ ટીમના રાજકોટના જિલ્લા સુપરવાઈઝરશ્રી વિરલભાઈ ભટ્ટએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે, ગોંડલ રોડ ઉપર આવેલા સ્કોડા શોરૂમ નજીકના ફાટક પાસે ટ્રેન આવવાના સમયે ફાટક બંધ થઈ રહ્યું હતું. તે અરસામાં દીપેશભાઈ પટેલ નામના ૧૮ વર્ષનાં યુવાન ફાટક બંધ થઈ રહ્યું હોય, ઝડપથી નીકળી જવાની ઉતાવળ કરતા હોય અને તે જ સમયે ફાટકનો પાઈપ યુવાનનાં માથાનાં ભાગમાં વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવાન બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. ૧૦૮ની ટીમને જાણ થતાં જ ૧૦૮ની ટીમનાં ઈ.એમ.ટી. કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈ સાથે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સત્વરે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત યુવાન પાસેથી અંદાજિત રૂ.૯૦,૦૦૦થી વધુ કિંમતનું સોનાનું કડું, સોનાની ચેન અને પર્સ મળી આવ્યા હતા. જે ઈ.એમ.ટી. કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈએ ઈજાગ્રસ્ત યુવાનનાં પરિજનોને જાણ કરી તેઓના ભાઈ પ્રકાશભાઈને તમામ વસ્તુઓ સહીસલામત સુપરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ ૧૦૮ની ટીમની પ્રમાણિકતા અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ ૧૦૮ની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.