ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

VADODARA : એર ટિકિટમાં એરપોર્ટનું નામ બદલાતા સાંસદ નારાજ

VADODARA : ગ્રાહકને ઇશ્યુ કરેલી ફ્લાઇટની ટિકિટમાં વડોદરા એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ આપ્યું હોવાનું સોશિયલ મીડિયામાં જણાયું
05:50 PM Mar 13, 2025 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : વડોદરાના એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડનું નામ આપવા માટે વર્ષોથી અવાજ ઉઠી રહ્યો છે. પરંતુ સત્તાવાર હજી સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. આ વચ્ચે તાજેતરમાં ખાનગી એરલાયન્સ દ્વારા ટિકીટમાં વડોદરાના એરપોર્ટનું સર સયાજીરાવ એરપોર્ટ તરીકે દર્શાવતા સાંસદમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તે અંગે તેમણે મીડિયાને આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે, આ પ્રકારનું કૃત્ય ગેરમાર્ગે દોરનારૂ છે. અમારી અને સૌ નગરજનોની માંગ છે કે, વડોદરાના એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડનું નામ આપવામાં આવે. પરંતુ તે સત્તાવાર થાય પહેલા તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એરલાયન્સ કંપનીઓ લોકોનું ધ્યાન આકર્ષણ કરવા માટે આ પ્રકારે સ્ટંટ બાજી કરતા હોય છે. અને કેટલીક વખત સ્ટંટ બાજી કરવા જતા ખોટી રીતે ચર્ચાનો વિષય પણ તેઓ બનતા હોય છે. (PRIVATE AIRLINES RENAME VADODARA AIRPORT ON TICKET - SPARK CONTROVERSY)

કોઇ પણ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું નથી

ખાનગી એરલાયન્સ કંપની દ્વારા દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ માટે ગ્રાહકને ઇશ્યુ કરેલી ફ્લાઇટની ટિકિટમાં વડોદરા એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ આપ્યું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યું છે. જો કે, વડોદરા એરપોર્ટને સત્તાવાર રીતે હજી સુધી સર સયાજીરાવ ગાયકવાડનું નામ આપવામાં આવ્યું નથી. આ ઘટના સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓ મીડિયાને જણાવે છે કે, ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા મહારાજા સાહેબના નામ જોડે વડોદરા એરપોર્ટનું નામ દર્શાવ્યું છે. આ બાબતે અમને જાણ થઇ ત્યારે એરપોર્ટ સત્તાધીશો પાસેથી પણ અમે માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, હાલ એવું કોઇ પણ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું નથી.

નામ મુકવાથી ગેરસમજ પણ ઉભી થાઇ શકે

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરાના નાગરિક તરીકે અને ભાજપના કાર્યકર્તા તરીકે મહારાજા સાહેબનું નામ જો વડોદરા એરપોર્ટને મળે તો અમે હંમેશા ખુશ હોઇએ. પરંતુ એરપોર્ટનું નામકરણ કરવા માટે એક ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની હોય છે. જેમાં વિધાનસભામાંથી મુખ્યમંત્રી પ્રપોઝન કેન્દ્ર સરકારને મોકલે, અને ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આવા કિસ્સાઓમાં યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે. હાલ પુરતો એવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ વડોદરાના પ્રતિનિધીઓ આ મામલે એકમત છે, કે વડોદરા એરપોર્ટનું નામ બદલવામાં આવે. આ મામલે ખાનગી એરલાયન્સમાં તપાસ કરવા માટેનું સૂચન કર્યું છે. ઘણી વખત આ પ્રકારે નામ મુકવાથી ગેરસમજ પણ ઉભી થાઇ શકે છે. અને વિવાદ પણ થઇ શકે છે.

આ પણ વાંચો --- VADODARA : લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ અટલાદરા ટ્રી હાઉસ સ્કૂલની માન્યતા રદ

Tags :
Airlinesairportconcerncontroversydr. hemangGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinjoshiMPprivateraiserenameSPARKTicketVadodara