ભારતીય વિમાનોને બોમ્બની ખોટી ધમકીઓ મળતા એરલાઈન્સને થઇ રહ્યું છે આર્થિક નુકસાન
- Fake Bomb ધમકીથી ભારતીય એરલાઈન્સને કરોડોનું નુકસાન
- સુરક્ષા ખતરા ઉપરાંત આર્થિક બોજ
- ભારતીય એરલાઈન્સ પર ભારે નુકસાન
Fake Bomb Threat : તાજેતરમાં, વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં, 70 ભારતીય વિમાનો (70 Indian Plane) ને બોમ્બ ધમકી (Bomb Threat) ઓ મળી છે. જો કે, હજુ સુધી કોઈ પણ વિમાનમાં વિસ્ફોટ થયો નથી, પણ આ પ્રકારની ધમકીઓ હવાઈ કંપનીઓને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહી છે.
અત્યાર સુધી 70 થી વધુ વિમાનોને ધમકી
છેલ્લા કેટલાક વર્ષોમાં, લગભગ 70 જેટલી વિમાનોને આવા પ્રકારની બોમ્બ (Bomb) વિસ્ફોટની ધમકીઓ મળી છે. જેની હવાઈ મુસાફરીના ખર્ચામાં વ્યાપક અસર જોવા મળી છે. દરેક વિમાનને નિયત સ્થળે સમયાનુસાર પહોંચવું જરૂરી હોય છે, જો તેમા કોઇ ફેરફાર થાય છે તો તે ખર્ચમાં વધારો કરે છે. વિમાનોને મળતી ધમકીઓ અને તેને કારણે થતી સુરક્ષા કાર્યવાહી વધુ ખર્ચાળ બની છે. દરેક વિમાનને અનશિડ્યુલ લેન્ડિંગ કરાવવું પડે છે, અને આવા સમયે એરક્રાફ્ટને ફરી ઉડાવવામાં ઘણો ખર્ચ થાય છે. આ ખર્ચમાં મુખ્યત્વે એરપોર્ટ પાર્કિંગ ફી, એરક્રાફ્ટ ઇંધણ અને સુરક્ષા પગલાંનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ, ભારતીય એરલાઈન્સોને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
છેલ્લા ઘણા દિવસોથી એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. શનિવારે ફરી એકવાર 10 અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી, જે બાદ એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હતો.#BombThreat #airlines #aviation #IndianAirlines pic.twitter.com/YEP2o9BISp
— Hardik Shah (@Hardik04Shah) October 19, 2024
વિમાનોને બોમ્બ ધમકીઓથી આર્થિક નુકસાન
જણાવી દઇએ કે, 14મી ઓક્ટોબરે એર ઈન્ડિયાનું બોઈંગ 777, જે મુંબઈથી ન્યૂયોર્ક જવાના માર્ગે હતું, તેને ટેકઓફ પછી બોમ્બની ધમકી મળી. આ કારણોસર, 200 મુસાફરો અને 130 ટન જેટ ઇંધણ સાથેના વિમાનને દિલ્હી વાળવું પડ્યું. પ્લેનને સુરક્ષિત રીતે ઉતરાવવા માટે લગભગ 100 ટન જેટ ઇંધણ વપરાઇ ગયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકરણમાં એરલાઈનને 1 કરોડ રૂપિયાનો ફક્ત ઇંધણનો ખર્ચ થયો હતો. ઉપરાંત, શેડ્યૂલ વિના લેન્ડિંગ ફી, મુસાફરો માટે રહેઠાણ, એરક્રાફ્ટ પાર્કિંગ ફી અને ક્રૂ રિપ્લેસમેન્ટ જેવા ખર્ચોને કારણે અંદાજે 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
15મી ઓક્ટોબરનો કિસ્સો
આવી જ એક ઘટના 15મી ઓક્ટોબરે પણ ઘટી. એ દિવસે એર ઈન્ડિયાનું બોઈંગ 777, દિલ્હીથી શિકાગો જઈ રહ્યું હતું, જેને બોમ્બની ધમકી મળતા જ તેને કેનેડામાં લેન્ડ કરાવવું પડ્યું. 200 થી વધુ મુસાફરો સાથે આ વિમાન કેનેડામાં 3 દિવસ રોકાયું. ફ્લાઇટની ઈમરજન્સી સ્થિતિને કારણે, એરલાઈનને કેનેડિયન એરફોર્સનું વિમાન ભાડે રાખવું પડ્યું જેથી મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવી શકે. વિમાન ભાડે રાખવાનો ખર્ચ જ એક દિવસનો અંદાજે 17 થી 20 હજાર ડોલર છે, જેનો હિસાબ કરતાં આ ઇમરજન્સી લેલ્ડિંગ પછી એરલાઈન પર 15 થી 20 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવ્યો છે. આવી સ્થિતિમાં, બોમ્બની ધમકીઓ વિમાનો માટે માત્ર સુરક્ષા ખતરાનું કારણ નહીં, પણ ભારે આર્થિક નુકસાનનો પણ મોટું કારણ બની રહી છે.
આ પણ વાંચો: લંડન જતી ફ્લાઇટમાં બોમ્બ! વિમાનને ફ્રેન્કફર્ટમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું