Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Airport Passengers : રનવે પર ડિનર કરતા જોવા મળ્યા મુસાફરો, Video

Airport Passengers : દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી (Visibility) ઘટી ગઇ છે. જેના કારણે ફ્લાઈટ પણ મોડી પડી રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઈન્ડિગો ફ્લાઈટ (Indigo Flight) ના પાઈલટ પર ટેક-ઓફમાં વિલંબ કરવાને લઈને પેસેન્જરે હુમલો કર્યાની ક્લિપ વાયરલ...
airport passengers   રનવે પર ડિનર કરતા જોવા મળ્યા મુસાફરો  video
Advertisement

Airport Passengers : દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી (Visibility) ઘટી ગઇ છે. જેના કારણે ફ્લાઈટ પણ મોડી પડી રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઈન્ડિગો ફ્લાઈટ (Indigo Flight) ના પાઈલટ પર ટેક-ઓફમાં વિલંબ કરવાને લઈને પેસેન્જરે હુમલો કર્યાની ક્લિપ વાયરલ થયાના કલાકો બાદ, સોશિયલ મીડિયા (Social Media) પર બીજો વીડિયો સામે આવ્યો છે. જીહા, એક વીડિયો વાયરલ થયો છે જેમાં ફ્લાઈટના પેસેન્જરો રનવે પર જ ડિનર (Dinner) કરતા જોઈ શકાય છે.

ઈન્ડિગોના વિમાનની પાસે જ બેસીને જ જમ્યા મુસાફરો

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડી યથાવત છે. ત્યારે આ ગાઢ ધુમ્મસના કારણે મોટાભાગની ફ્લાઈટ્સ (Flights) મોડી પડી રહી છે. મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે. આવી સ્થિતિમાં દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ વચ્ચેની દલીલબાજીના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ઈન્ડિગો ફ્લાઈટ (Indigo Flight) માં થપ્પડ મારવાની ઘટના બાદ વધુ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં મુસાફરો એરપોર્ટના ટાર્મેક પર જ રાત્રિભોજન (Dinner) કરતા જોવા મળે છે. જણાવી દઇએ કે, લાંબા વિલંબથી પરેશાન મુસાફરો રનવે પર જમતા અને આરામ કરતા જોવા મળ્યા જે બાદ હવે આ મામલે એરપોર્ટ પ્રશાસન તરફથી નિવેદન આવ્યું છે.

Advertisement

Advertisement

એરપોર્ટ પ્રશાસને શું કહ્યું ?

છત્રપતિ શિવાજી એરપોર્ટે (Chhatrapati Shivaji Airport) જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે યાત્રીઓ ગુસ્સે થઈ ગયા હતા અને પ્લેનમાંથી બહાર આવી ગયા હતા. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું કે, ફ્લાઇટ 6E2195 ના મુસાફરોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા રનવે પર ઇન્ડિગો એરક્રાફ્ટની બાજુમાં બેસીને આરામ કરવાનો અને રાત્રિભોજન કરવાનું નક્કી કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ X પર સામે આવ્યો છે. જેમાં કેટલાક મુસાફરો ભોજન લેતા જોવા મળ્યા હતા જ્યારે કેટલાક રનવે પર આરામ કરતા જોવા મળ્યા હતા. એરપોર્ટ પ્રશાસને વધુમાં કહ્યું કે, "અમે આ અસુવિધા માટે દિલગીર છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે અમારા મુસાફરોની મુસાફરીમાં વિક્ષેપ પાડવાનો અમારો હેતુ ક્યારેય નહોતો. જોકે, કેટલીકવાર, અમુક ઓપરેશનલ કારણોસર, આવા વિલંબ એરલાઇનના નિયંત્રણની બહાર હોય છે."

ધુમ્મસ અને પ્રદૂષણથી લોકોની મુશ્કેલી વધી 

ઉત્તર ભારતમાં ધુમ્મસ અને પ્રદૂષણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નોઈડામાં મંગળવારે સવારે ગાઢ ધુમ્મસ અને વધતા વાયુ પ્રદૂષણને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન એક્સપ્રેસ વે પર રાત્રિ અને સવાર દરમિયાન વિઝિબિલિટી શૂન્ય રહી હતી. સાથે જ તાપમાનનો પારો ગગડવાને કારણે દિવસ દરમિયાન લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. આવી સ્થિતિમાં લોકોને પણ પોતાની સુરક્ષા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ 17 જાન્યુઆરીની સવાર સુધી ગાઢ ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી ઓછું રહેશે. સાથે જ રાત્રે પણ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો - INDIGO ફ્લાઈટ મોડી થવાથી પેસેન્જરે ફ્લાઈટની અંદર જ પાઈલટને માર્યો મુક્કો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

મોદી સરકારે રાજ્યોને 1.73 લાખ કરોડનું વિતરણ કર્યું, હવે તેમણે આ કામ કરવું પડશે

featured-img
Top News

BZ Finance Scam ને લઈ CID ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા

featured-img
રાષ્ટ્રીય

EVM એટલે દરેક મત મુલ્લાઓની વિરુદ્ધ, મહારાષ્ટ્રના મંત્રીનું વિવાદિત નિવેદન

featured-img
એક્સક્લુઝીવ

Cyber Fraud: જીવનસાથી માટે એપ્લિકેશન પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! આ વ્યક્તિ સાથે જે થયું તે વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા, તમે પણ લઈ શકશો કોર્ટરૂમની મુલાકાત

featured-img
Top News

Banaskantha: માત્ર 99 રૂપિયાની કૂપન ખરીદો અને જીતો લાખોના આકર્ષક ઈનામનું કૌભાંડ

×

Live Tv

.

×