VADODARA : 11 માસના બાળકને મળી માતા-પિતાની 'હૂંફ'
VADODARA : વડોદરા જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને એલેમ્બિક સી.એસ.આર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્પેશ્યલાઈઝ અડોપ્શન એજન્સીની મુલાકાત લીધી હતી. અને બાળકોની દેખભાળ, કાળજી અંગે તેમજ કામગીરી અંગે નિરક્ષણ કરવામાં આવ્યું કર્યું હતું. તાજેતરમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં 11 માસના બાળકને અમદાવાદના દંપતિએ દત્તક લીધો છે. જેથી 11 માસના બાળકને હવે માતા-પિતાની હૂંફ મળશે. (11 MONTH OLD CHILD ADOPTED BY AHMEDABAD BASED COUPLE - VADODARA)
આ તકે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા
વડોદરાના જિલ્લા કલેક્ટર દ્વારા જુવએનાઇલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ તથા એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ દત્તક ઇચ્છુક દંપતી રવિ મજમુદાર અને પલક મજમુદાર (રહેવાસી અમદાવાદ)ને સ્પેશ્યલાઈઝ અડોપ્શન એજન્સી વડોદરાના ૧૧ માસના એક બાળકને દત્તકમાં આપી દત્તકનો હુકમ આપવામાં આવ્યો હતો. જેમા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત ભાઈ વસાવા, ચીફ ઓફિસર મહેશ ભાઈ રાઠોડ તેમજ એલેમ્બિક સી.એસ. આર ફાઉન્ડેશન હેડ સંજય ભાઈ ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
દંપતિએ હસતા મોંઢે બાળકનો સ્વિકાર કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકોને દત્તક લેવા માટે લાંબી કતારો હોય છે. તેની માટે દંપતિ અથવા વ્યક્તિએ નોંધણી કરાવવાની હોય છે. ત્યાર બાદ દત્તક લેનારની પરિસ્થીતીનો તાગ મેળવવામાં આવે છે. જરૂરી તમામ પ્રક્રિયાઓના અંતે નિયમોઅનુસાર દત્તક લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. વડોદરા જિલ્લા કલેક્ટરની હાજરીમાં એક બાળકને પોતાનું નવું પરિવાર મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દંપતિએ હસતા મોંઢે બાળકનો સ્વિકાર કર્યો હોવાનું તસ્વીરોમાં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 70 હજારથી વધુ મહિલાઓ હુડા રાસમાં લેશે ભાગ