Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓડિશામાં 11 જીવિત વ્યક્તિઓને મૃત જાહેર કરી દીધા, અંતિમ સંસ્કારની સહાય પણ સગેવગે થઇ ગઇ!

ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 11 જીવિત લોકોને મૃત જાહેર કરી દીધા. એટલું જ નહીં મૃતકોના અંતિમ સંસ્કાર માટેની સરકારી સહાયની પણ ઉચાપત કરવામાં આવી છે. શુક્રવારે કેટલાક અધિકારીઓએ આ જાણકારી આપી. ત્યારબાદ આ કિસ્સો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ આવું કરનારા વિભાગ અને તેના અધિકારીઓ પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.કઇ રીતે ખુલાસો થયો?આ ઘટના ત્યારે àª
ઓડિશામાં 11 જીવિત વ્યક્તિઓને મૃત જાહેર કરી દીધા  અંતિમ સંસ્કારની સહાય પણ સગેવગે થઇ ગઇ
ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 11 જીવિત લોકોને મૃત જાહેર કરી દીધા. એટલું જ નહીં મૃતકોના અંતિમ સંસ્કાર માટેની સરકારી સહાયની પણ ઉચાપત કરવામાં આવી છે. શુક્રવારે કેટલાક અધિકારીઓએ આ જાણકારી આપી. ત્યારબાદ આ કિસ્સો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ આવું કરનારા વિભાગ અને તેના અધિકારીઓ પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
કઇ રીતે ખુલાસો થયો?
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે એક વ્યક્તિએ તેનું નામ મરેલા માણસોની યાદીમાં જોયું. સન્યાસી ખુંટિયા નામના વ્યક્તિએ પોતાનું નામ કુરુન્તી ગ્રામ પંચાયતની 11 લોકોની યાદીમાં જોયું. આ તમામ એ નામ હતા કે જેઓ રાજ્યના સામાજિક સુરક્ષા વિભાગની વેબસાઇટ અનુસાર આ વર્ષે મે મહિનામાં મૃત્યુ પામ્યા છે. યાદીમાં હરિશ્ચંદ્ર સહાયતા યોજના હેઠળ દરેક મૃતકના સંબંધીને તેમના અંતિમ સંસ્કાર માટે 2,000 રૂપિયાની રકમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
સંબંધીને પૈસા નથી મળ્યા
જો કે મૃતકના સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેમને આ યોજના હેઠળ કોઈ પૈસા મળ્યા નથી કારણ કે તે તમામ 11 હાલમાં જીવિત છે. ખુંટિયા, પ્રવત કુમાર સ્વેન અને અનંત જેના કે જેમને મૃત બનાવી દીધા છે તેમણે પંચાયત અધિકારીઓ પર આ કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગે રાજનગર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર પાસે ફરિયાદ નોંધાવી.
'મૃતક' ઓટો રિક્ષા ચલાવે છે
સ્વેન એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને હજુ પણ આ જ કામ કરી રહ્યો છે. અન્ય 'મૃત' ગોપીનાથ ખટુઆ કેરળમાં પ્લમ્બર તરીકે કામ કરે છે. એક 'મૃતક'ના સંબંધીએ દાવો કર્યો કે રાજ્ય દ્વારા શરૂ કરાયેલી યોજના હેઠળ તેણીને ક્યારેય પૈસા મળ્યા નથી. બીડીઓ રવિન્દ્ર પ્રધાને કહ્યું, 'અમને આ મામલે ફરિયાદ મળી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જો આક્ષેપો સાચા જણાશે તો ફંડની ગેરરીતિ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.