પિન્ક થીમ પર આધારીત સખી મતદાન મથક મતદારો માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે રાજ્યમાં 14 જીલ્લાની 93 બેઠકો પર ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ વખતે ખાસ ઉભા કરાયેલા સખી મતદાન મથકો અને આદર્શ મતદાન મથકો મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સખી મતદાન મથકમાં પિન્ક થીમ અને નારી શક્તિના ઉદાહરણરૂપ ચિત્રોએ મતદારોનું ધ્યાન ખેંચી રહ્યા છે. મતદાન મથકોમાં કરાયા પ્રયોગ મહત્તમ મતદાન તેમજ વિવિધ વર્ગોના મતદારોને પ્રà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે રાજ્યમાં 14 જીલ્લાની 93 બેઠકો પર ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ વખતે ખાસ ઉભા કરાયેલા સખી મતદાન મથકો અને આદર્શ મતદાન મથકો મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સખી મતદાન મથકમાં પિન્ક થીમ અને નારી શક્તિના ઉદાહરણરૂપ ચિત્રોએ મતદારોનું ધ્યાન ખેંચી રહ્યા છે.
મતદાન મથકોમાં કરાયા પ્રયોગ
મહત્તમ મતદાન તેમજ વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત તથા સુવિધા આપવા માટે ભારતીય ચૂંટણી પંચે અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યાં હતા. જેમાં આદર્શ મતદાન મથક, દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન, સખી મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદારો સંચાલિત મતદાન મથક વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં શ્રી મોરારજી દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ નેચરોપેથી એન્ડ યોગીક સાયન્સ મતદાન મથક ખાતે આવેલું આદર્શ મતદાન મથક અને સખી મતદાન મથક મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સખી મતદાન મથક બન્યા આકર્ષણના કેન્દ્ર
આ સખી મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના પોલીંગ સ્ટાફે ગુલાબી રંગનો ડ્રેસ કોડ રાખ્યો હતો. સાથે જ મતદાન મથકને ગુલાબી રંગના દુપટ્ટા અને સાડીઓથી શણગારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિવાલ પર વીરાંગનાઓ અને મહિલા શક્તિની વંદના કરતા ચિત્રો દોરવામાં આવ્યા હતા. સખી મતદાન મથક પર આવા આકર્ષક દ્રશ્યોથી મતદારો કુતૂહલ સાથે અભિભૂત પણ થઈ ગયા હતા.
આદર્શ મતદાન મથક પર કરાઇ સજાવટ
તો, અહીં આવેલા આદર્શ મતદાન મથકે પણ મતદારોમાં ઉત્કંઠા જગાવી હતી. મતદાન મથક પર જઈને મત આપવો, આ પ્રથા તો સૌ જાણે જ છે. પરંતુ, હરણીનું આ આદર્શ મતદાન મથક એવું હતું કે જ્યાં મતદારોનો ઉત્સાહ તો જળવાઈ જ રહ્યો, સાથે મળી વી.આઈ.પી. સુવિધા અને સજાવટ પણ. અહીં પ્રતિક્ષા કરતા મતદારો માટે બેઠક વ્યવસ્થા હતી, અને ૮૦+ વડીલ મતદારો માટે એકદમ આરામદાયક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વળી, મતદાન મથકની અંદર જાવ તો, દિવાલો પર ગુજરાતની કલા, સંસ્કૃતિ, વારસા અને અસ્મિતાની ઓળખ આપતા ચિત્રોનું પ્રદર્શન મતદારોને ગૌરવાન્વિત કરતા હતા.
લગ્નની થીમ પ્રમાણે ઉભુ કરાયું મતદાન મથક
શહેરના માંજલપુરમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં પણ લગ્નમાં જેમ મંડપ શણગારવામાં આવે તેમ જ મતદાન મથક પરિસરમાં આબેહૂબ લગ્નની થીમ પ્રમાણે શણગાર સજ્જ કરવામાં આવ્યો હતો. જેનાથી મતદારોમાં પણ અનેરૂ આકર્ષણ જામ્યું હતું.
વડોદરામાં 70 સખી મતદાન કેન્દ્ર
મહત્વનું છે કે, વડોદરાની કુલ દસ બેઠકો ઉપર ૭૦ સખી મતદાન કેન્દ્રોમાં મહિલા શક્તિની ગૌરવ વંદના જોવા મળી તો, શહેર-જિલ્લાના કુલ ૧૦ આદર્શ મતદાન કેન્દ્રમાં સુવિધા અને સજાવટનો અનોખો સમન્વય જોવા મળવાની સાથે મતદાન કરવાનો શ્રેષ્ઠ અનુભવ વડોદરાના મતદારોને મળ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement