Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ગેંગરેપ કેસમાં પોલીસે 3 પૈકી 2 નરાધમોને દબોચ્યા, એક બિહાર તો બીજો MP નો વતની

માંગરોળનાં મોટા બોરસરામાં સગીરા સાથે ગેંગરેપનો મામલો (Surat) પોલીસે 3 પૈકી 2 નરાધમોની ધરપકડ કરી શિવશંકર લક્ષ્મણ ચોરસિયા અને મુન્ના કરબલી પાસવાનની ધરપકડ એક આરોપી બિહારનો તો બીજો મધ્ય પ્રદેશનો વતની સુરતનાં (Surat) માંગરોળનાં (Mangrol) બોરસરાં ગામની સીમમાં એક...
surat   ગેંગરેપ કેસમાં પોલીસે 3 પૈકી 2 નરાધમોને દબોચ્યા  એક બિહાર તો બીજો mp નો વતની
Advertisement
  1. માંગરોળનાં મોટા બોરસરામાં સગીરા સાથે ગેંગરેપનો મામલો (Surat)
  2. પોલીસે 3 પૈકી 2 નરાધમોની ધરપકડ કરી
  3. શિવશંકર લક્ષ્મણ ચોરસિયા અને મુન્ના કરબલી પાસવાનની ધરપકડ
  4. એક આરોપી બિહારનો તો બીજો મધ્ય પ્રદેશનો વતની

સુરતનાં (Surat) માંગરોળનાં (Mangrol) બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે ત્રણ પૈકી એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં મોટા સમાચાર આવ્યા છે. પોલીસે 3 પૈકી 2 નરાધમોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એક આરોપી બિહાર અને બીજો મધ્યપ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું છે. જો કે, હજું પણ એક આરોપી ફરાર છે, જેની પોલીસે શોધખોળ આદરી છે. આરોપીને પકડતી વખતે પોલીસે ફાયરિંગ પણ કર્યું હોવાની માહિતી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : વિવિધ સ્થળે લઈ જઈ 16 વર્ષીય સગીરાને પીંખી નાંખનારા આરોપીને આકરી કેદની સજા

Advertisement

એક આરોપી બિહારનો તો બીજો MP નો વતની

સુરતનાં (Surat) માંગરોળનાં (Mangrol) બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે થયેલ દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 3 પૈકી 2 આરોપીઓને ઝડપી લીધા છે. માહિતી મુજબ, પોલીસે મોબાઈલ લોકેશન અને બાઇકનાં આધારે આરોપીઓને દબોચ્યા છે. પોલીસ તપાસ મુજબ, એક આરોપી બિહાર (Bihar) અને બીજો આરોપી મધ્યપ્રદેશનો (MP) વતની છે. આરોપીઓની ઓખળ શિવશંકર લક્ષ્મણ ચોરસિયા અને મુન્ના કરબલી પાસવાન તરીકે થઈ છે. જો કે, આ કેસમાં હજુ પણ એક આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. સગીરાને પીંખનાર ત્રણ હેવાન પૈકી બેનાં ચેહરા સામે આવ્યા છે. માહિતી મુજબ, આરોપીને પકડતી વખતે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પણ પડી હતી.

આ પણ વાંચો - Surat માં વધુ એક દીકરીને નરાધમોએ પીંખી નાખી! શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો આક્રોશ

શું છે સમગ્ર ઘટના ?

સુરતનાં માંગરોળ તાલુકાનાં બોરસરાં ગામમાં (Borsara) રહેતી સગીરા રાત્રિનાં સમયે તેના એક મિત્ર જોડે ઊભી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેનાં યુવકને ઢોર માર મારીને ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને નજીકની અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતા. ત્યાં ત્રણ પૈકી એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે. આ મામલે સુરત જિલ્લા રેન્જ IG (Surat District Range IG), સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. સાથે જ પીડિતાનાં પરિવારનાં નિવેદન પણ લેવામાં આવ્યા હતા. ઉપરાંત, ઘટનાની સઘન તપાસ અને આરોપીઓને પકડવા માટે પોલીસે Dog સ્કોડની મદદ પણ લીધી હતી.

આ પણ વાંચો - Surat : વધુ એક દીકરી પીંખાઈ, હવસખોર વિધર્મી યુવકે આચર્યું અનેકવાર દુષ્કર્મ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ

featured-img
રાષ્ટ્રીય

પાયજામાની દોરી તોડવી દુષ્કર્મ નથી.. : Allahabad High Court

featured-img
ક્રાઈમ

VADODARA : તલવાર વડે કેક કાપનાર બર્થડે બોયને પોલીસે દબોચ્યો

featured-img
ગુજરાત

VADODARA : વડોદરા પાલિકાના શાસકોને મુખ્યમંત્રીનું તેડું

featured-img
રાષ્ટ્રીય

Delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર! યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો

featured-img
ક્રાઈમ

રાજ્યભરમાં આજે પણ દાદાના બુલડોઝર દ્વારા સફાયો જારી

×

Live Tv

Trending News

.

×