Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માંગરોળ સબ જેલનો વીડિયો વાયરલ, જેલ પ્રશાસન પર કર્યાં ગંભીર આક્ષેપ

રાજયભરની જેલોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યાને હજુ થોડાં જ દિવસો થયાં છે ત્યાં ગુજરાતની જેલની વાસ્તવિકતા છતી કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જેલર પર ગંભીર આક્ષેપો થયાં છે. જેલ પ્રશાસન પર કેદીઓના આક્ષેપો વાયરલ વીડિયોમાં જેલની...

રાજયભરની જેલોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યાને હજુ થોડાં જ દિવસો થયાં છે ત્યાં ગુજરાતની જેલની વાસ્તવિકતા છતી કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જેલર પર ગંભીર આક્ષેપો થયાં છે.

Advertisement

જેલ પ્રશાસન પર કેદીઓના આક્ષેપો

  • વાયરલ વીડિયોમાં જેલની અંદર ખરાબ ભોજન અને મોટા મોટા વહિવટો થતાં હોવાના તથા જેલર દ્વારા કેદીઓને ત્રાસ આપતા હોવાના આક્ષેપ થયાં છે. આ વાયરલ વિડીયો અંગે ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી.

Advertisement

  • વીડિયોમાં જેલની અંદર તમાકુ માવા સહિતની સુવિધાન માટે જેલર દ્વારા પૈસા લેવામાં આવે છે અને કેદીઓને આપવામાં આવતો ખોરાક પણ નબળી ગુણવત્તાનો હોવાના આક્ષેપો થયાં છે.
  • જેલમાં જે લોકો વહીવટ કરે તેને બધી સુવિધા મળે છે અને જે કેદીઓ વહીવટ નથી સમજતા તેમને એનકેન પ્રકારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, સાથે જ સગાસંબંધીને મળવા માટેના દિવસે પણ ઘણી હેરાનગતિનો સામનો કરવા પડે છે અને કેદીને ઘરે ફોનમાં વાત કરવી હોય તો જેલર દ્વારા પૈસા લઈને ફોનમાં વાત કરાવવામાં આવતા હોવાના આક્ષેપ થયાં છે.

જુઓ શું કહ્યું કેદીઓએ?

  • માંગરોળ જેલ વિવાદમાં આવ્યા બાદ માંગરોળ DySP દ્વારા જેલનું સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ સબ જેલમાંથી કેદી જીતુ સુત્રેજાની પુછપરછ કરી ચકાસણી કરતા એક મોબાઈલ અને 4 પેકેટ તમાકુંના મળી આવ્યા હતા. જે મામલે ગુનો પણ નોંધાયો છે.

આ પણ વાંચો : ભરૂચમાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેનું ગળુ દબાવી કરી હત્યા

Advertisement

Tags :
Advertisement

.