Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આબુરોડ ખાતે SST ટીમની મોટી કાર્યવાહી, વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 3 લાખ 11 હજારની રકમ મળી

SST Team : હાલમાં લોકસભા ચૂંટણી 2024 ના સંદર્ભે ચૂંટણી અધિકારીના નિર્દેશ પર જગ્યા જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં પણ બોર્ડર સહિત અલગ-અલગ ચેક પોસ્ટ પર પોલીસ સહિત અલગ-અલગ ટીમો તૈયાર કરાઈ...
આબુરોડ ખાતે sst ટીમની મોટી કાર્યવાહી  વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 3 લાખ 11 હજારની રકમ મળી

SST Team : હાલમાં લોકસભા ચૂંટણી 2024 ના સંદર્ભે ચૂંટણી અધિકારીના નિર્દેશ પર જગ્યા જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં પણ બોર્ડર સહિત અલગ-અલગ ચેક પોસ્ટ પર પોલીસ સહિત અલગ-અલગ ટીમો તૈયાર કરાઈ છે. સિરોહી જિલ્લાના આબુરોડ તાલુકામા અંબાજી જવાના માર્ગ પર આબુ રોડ એસ.એસ.ટી ટીમ (SST Team) ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે એસ.એસ.ટી (SST) ના વિધાનસભા ક્ષેત્ર રેવદરમાં નિયુક્ત થયેલા એસ.એસ.ટી ટીમ અધિકારી (SST Team Officer) એ ગુજરાત રાજ્યની નંબર પ્લેટ ધરાવતી કારમાંથી 3 લાખ 11 હજાર 200 રૂપિયા મળતા ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

રેવદર વિધાનસભાના એસ.એસ.ટી ટીમ (SST Team) ના પ્રભારી પેપસિંહ મીણા (Pepsinh Meena) દ્વારા અંબાજી (Ambaji) જતા માર્ગ પર આવેલી ચેક પોસ્ટ (Check Post) પર જયારે ચેકિંગ ચાલી રહ્યું હતું, ત્યારે વાહન નંબર GJ - 31 R 7001 માથી 3,11,200 રૂપિયા સાથે કિરણભાઈ કમલેશભાઈ પ્રજાપતિ રહેવાસી મોડાસા. વિસ્તાર :- દેસાઈવાડી, સગરવાડા એસ.એસ.ટી ટીમ (SST Team) દ્વારા આ રૂપિયા સંદર્ભે પૂછ પરછ કરતા કારમાં બેસેલા લોકો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, તેમજ કોઈ રૂપિયા સબંધી દસ્તાવેજ પણ ન આપતા એસ.એસ.ટી ટીમ (SST Team) દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી હતી.

Advertisement

એસ.એસ.ટી સંખ્યા 09/148 દ્વારા કાર્યવાહી

એસ.એસ.ટી પ્રભારી પેપસિંહ મીણા દ્વારા 09/148 દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી. કારમાંથી જપ્ત કરેલા નાણા 3,11,200 ને નિયમોનુસાર કોષ કાર્યાલય સિરોહીમાં મોકલવામાં આવ્યા. આ કાર્યવાહીમાં ટીમના પ્રભારી પેપસિંહ મીણા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ સિંહ, કોન્સ્ટેબલ હિમતારામ મય પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યાં હતા. તમામ માહિતી સહાયક રીટર્નીંગ અધિકારી કાર્યાલયના મીડિયા પ્રભારી મનોજ નાલીયા દ્વારા અપાઈ હતી.

Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો - Ambaji : Gujarat First ના અહેવાલની અસર, દેશી દારુ વેચવા મામલે અંબાજી પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો - Palanpur-Ambaji Bridge: 123 કરોડના ખર્ચે તૈયાર થતા બ્રિજ નિર્માણને લઈને નાગરિકોમાં આક્રોશ

Tags :
Advertisement

.