Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji News : શારદીય નવરાત્રી, ચોથું નોરતું, મા અંબાના દર્શન કરવા ભક્તો ઉમટ્યાં....

ગુજરાતમાં નવરાત્રિ પર્વનો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. માતાજીનાં નોરતાંમાં શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિત ચોટીલા, માતાનો મઢ, રાજપર, માટેલ સહિત ગુજરાતનાં વિખ્યાત મંદિરોમાં લાખો માંઈભક્તો માતાજીનાં દર્શને ઊમટ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારે ઉત્તર...
ambaji news   શારદીય નવરાત્રી  ચોથું નોરતું  મા અંબાના દર્શન કરવા ભક્તો ઉમટ્યાં
Advertisement

ગુજરાતમાં નવરાત્રિ પર્વનો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. માતાજીનાં નોરતાંમાં શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિત ચોટીલા, માતાનો મઢ, રાજપર, માટેલ સહિત ગુજરાતનાં વિખ્યાત મંદિરોમાં લાખો માંઈભક્તો માતાજીનાં દર્શને ઊમટ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

ત્યારે ઉત્તર ગુજરાતના છેવાડે આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં નવરાત્રીનો અલગ જ માહોલ જોવા મળે છે..બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે નવરાત્રી યોજાય છે.

Advertisement

શક્તિપીઠ અંબાજીમાં અંબે માતાજીના મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં નવરાત્રિ પર્વ દરમિયાન સવારમાં બે મંગલા આરતી કરવામાં આવે છે જે એક ગર્ભગૃહની અંદર અને બીજી આરતી ઘટ સ્થાપન પાસે થાય છે. ત્યારે આજે ચોથા નોરતું છે. અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, અંબાજી મેનેજમેન્ટ તંત્રે નવરાત્રિમાં અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો ઘડ્યા છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે.

આ પણ વાંચો : Surat માં અસામાજિક તત્વોનો આતંક, પેટ્રોલ પંપ પર મચાવ્યો ઉત્પાત, ગાડી ચાલકોને માર માર્યો

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi :ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના

featured-img
Top News

Donald Trump Inauguration : ટ્રમ્પે કહ્યું- 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલીશું'

featured-img
આંતરરાષ્ટ્રીય

Trump inauguration : અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનશે

featured-img
Top News

રાષ્ટ્રપતિ પદના શપથ લેતાં જ ટ્રમ્પે આ જાહેરાતો કરી.... ‘આજની તારીખ અમેરિકનો માટે સ્વતંત્રતા દિવસ છે’

featured-img
આંતરરાષ્ટ્રીય

‘હું ઈચ્છું છું કે દુનિયા મને શાંતિના દૂત તરીકે યાદ રાખે’: ડોનાલ્ડ ટ્રમ્પ

featured-img
ગાંધીનગર

વિવિધ વિકાસકામો માટે CM Bhupendra Patel એ એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા

×

Live Tv

Trending News

.

×