Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : પાકિસ્તાની ડો. યુવતીનાં પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક બોર્ડર ક્રોસ કરવા કચ્છ પહોંચ્યો અને પછી..!

એકતરફી પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક પાકિસ્તાની પ્રેમિકાને મળવા કચ્છ (Kutch) પહોંચ્યો કચ્છની બોર્ડર ક્રોસ કરવા માટે આવેલા કાશ્મીરી યુવકને કચ્છ પોલીસે દબોચ્યો પૂછપરછમાં અનેક ખુલાસા થયા, ખાવડા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઇન્સ્ટાગ્રામમાં પાકિસ્તાની (Pakistan) ખુબસૂરત મહિલા ડોક્ટરનાં એક...
kutch   પાકિસ્તાની ડો  યુવતીનાં પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક બોર્ડર ક્રોસ કરવા કચ્છ પહોંચ્યો અને પછી
  1. એકતરફી પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક પાકિસ્તાની પ્રેમિકાને મળવા કચ્છ (Kutch) પહોંચ્યો
  2. કચ્છની બોર્ડર ક્રોસ કરવા માટે આવેલા કાશ્મીરી યુવકને કચ્છ પોલીસે દબોચ્યો
  3. પૂછપરછમાં અનેક ખુલાસા થયા, ખાવડા પોલીસની કામગીરી સામે અનેક સવાલ

ઇન્સ્ટાગ્રામમાં પાકિસ્તાની (Pakistan) ખુબસૂરત મહિલા ડોક્ટરનાં એક તરફી પ્રેમમાં પાગલ બની ગયેલો કાશ્મીરનો ઈમ્તિયાઝ દિલ્હી (Delhi) થઈને ખાવડા વાયા વડોદરા-ભુજ થઈને આવ્યો હતો. 24 મી સપ્ટેમ્બર, મંગળવારે પોલીસે તેને ઝડપી લીધા બાદ BSF ઉપરાંત જુદી-જુદી ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરાઈ હતી. કાશ્મીરમાં (Kashmir) તેની સ્થાનિક પોલીસની ખરાઈ બાદ બુધવારે તેને મુક્ત કરી દેવાયો હતો. જો કે, ખાવડા પોલીસે તેની સામે મંજૂરી વિના નોટિફાઈડ એરિયામાં પ્રવેશ કરવાનાં કેન્દ્ર સરકારનાં નિયમનો ઉલ્લંઘન કરવા બદલ કોઈ કાર્યવાહી કરી ન હતી, જેને પગલે ગુજરાતનાં સરહદી વિસ્તારમાં પોલીસની કામગીરીની ગંભીરતા અંગે પણ સવાલો થઇ રહ્યા છે.

Advertisement

કાશ્મીરનો 44 વર્ષનો ઈમ્તિયાઝ શેખ પાકિસ્તાન જવા ભુજ આવ્યો

કાશ્મીરનાં (Kashmir) બાંદીપુર જિલ્લાના ગુંડ જહાંગીર ગામનો 44 વર્ષનો ઈમ્તિયાઝ શેખ કચ્છનાં (Kutch) ભુજ (Bhuj) તાલુકાનાં ખાવડા વિસ્તારમાં પાકિસ્તાન જવા માટે પૂછપરછ કરી રહ્યો હતો. ત્યારે, અહીંની ઇન્ટેલિજન્સ એજન્સીનાં ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ તેને તરત ખાવડા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જયાં તેની પોલીસ સહિત BSF અને અન્ય ગુપ્તચર સંસ્થાઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી કાશ્મીરનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ઉપરાંત J&K બેન્કનું ATM ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. કાશ્મીરમાં તેણે બતાવેલા સરનામે પણ ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, જેને આધારે તે કાશ્મીરી હોવાનો પુરાવાઓ મળ્યા હતા.

 આ પણ વાંચો - Vadodara : જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક Video આવ્યો સામે, કહ્યું - મારી હત્યાનું..!

Advertisement

ખાવડા પોલીસની કામગીરી સામે અનેક સવાલ

ગુજરાતનાં બોર્ડર એરિયા કચ્છમાં (Kutch) પોલીસ એલર્ટ ડંફાસ વચ્ચે હકીકત એ છે, ખાવડાની પોલીસને એ પણ ખબર નથી કે કેન્દ્ર સરકારનાં નોટિફાઈડ એરિયાનો વિસ્તાર કયો છે. ભુજથી ખાવડા (Khawda) તરફ જતા ભીરંડિયારા ચેક પોસ્ટ પછીનો વિસ્તાર નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલો છે. મતલબ કે ત્યાં સ્થાનિક અને અહીં નોકરી કરતા લોકો સિવાયનાં લોકોએ જવા માટે કચ્છ DM કે SDM ઓફિસમાંથી મંજૂરી લેવાની હોય છે. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસીઓને પણ આ પ્રકારની મંજૂરી લેતા હોય છે. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિ, એ પણ કાશ્મીરમાંથી પાકિસ્તાન જવા માટે ખાવડા આવતી હોય તો તેની સામે નોટિફાઈડ એરિયાની મંજૂરીનાં ભંગ બદલ કાર્યવાહી કરવી જોઈતી હતી.

નોટિફાઈડ એરિયા કયાંથી શરુ થાય છે તેની ખબર નથી ?

ખાવડા પોલીસ (Khawda Police) સ્ટેશનનાં સબ ઈન્પેક્ટર એમ.બી. ચાવડાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, નોટિફાઈડ એરિયા તો બોર્ડર માટે છે. મતલબ કે ખાવડા જેવા સંવેદનશીલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને જ ખબર નથી કે, નોટિફાઈડ એરિયા કયાંથી શરુ થાય છે. ખાવડા પોલીસ સ્ટેશનનાં તાબા હેઠળનો સમગ્ર વિસ્તાર નોટિફાઈડ જાહેર થયેલો છે. આ એક ઘટના પરથી ખબર પડે છે કે, કચ્છની પોલીસ બોર્ડર એરિયામાં કેટલી એક્ટિવ છે.

Advertisement

 આ પણ વાંચો - Ahmedabad : પાનકોરનાકામાં રમકડાં-કપડાંનાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરની 10 ગાડી પહોંચી

M.Ed સુધી ભણેલો ઈમ્તિયાઝ પોલીસને મૂર્ખ બનાવી રહ્યો છે ?

44 વર્ષનો કાશ્મીરી ઈમ્તિયાઝે એમ.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેવું તેણે પોલીસને જણાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનનાં (Pakistan) પંજાબ પ્રાંતનાં મુલતાનમાં રહેતી આલિયા શોએબ નામની એક મહિલા ડોક્ટરનાં એકતરફી પ્રેમમાં છે એટલે કચ્છની બોર્ડર ક્રોસ કરીને આલિયાને મળવા માટે પાકિસ્તાન જવા માટે તે અહીં આવ્યો હોવાનું પણ તેણે કબુલ્યું છે. ત્યારે સવાલ એ થાય કે, માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરેલી ભારતીય વ્યક્તિને એટલી ખબર નહીં હોય કે, આ રીતે બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન ન જવાય ? સવાલ એ પણ છે કે, શું ઈમ્તિયાઝ મૂર્ખ, પાગલ છે અથવા તો પોલીસને તે મૂર્ખ બનાવી રહ્યો છે.

કાશ્મીરથી ખાવડા આવી રીતે આવ્યો હતો ઈમ્તિયાઝ ?

પૂછપરછમાં ઇમ્તિયાઝે જે જણાવ્યું છે તેને જોતા એટલું તો ચોક્કસ છે કે, તેને ખબર છે કે કચ્છ (Kutch) કેવી રીતે પહોંચી શકાય છે. કાશ્મીરથી તે 11 મી સપ્ટેમ્બરનાં રોજ દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી તે ટ્રેન દ્વારા વડોદરા સુધી આવે છે. વડોદરાથી ઈમ્તિયાઝ અમદાવાદ થઈને ભુજ સુધી બસમાં આવે છે. ભુજમાં તે સોમવારની રાતે ભક્તિ ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે તે ભુજથી (Bhuj) ખાવડા જતી બસમાં મંગળવારે ખાવડા આવે છે. ખાવડા આવીને તે અહીં પૂછે છે કે, અહીંથી પાકિસ્તાનમાં મુલતાન (Multan) કેવી રીતે જઈ શકાશે ? એટલે વાત પછી પોલીસ સુધી પહોંચે છે અને ત્યારબાદ આ કહેવાતા પાગલ પ્રેમીને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવે છે.

અહેવાલ : કૌશિક છાયા, ક્ચ્છ

 આ પણ વાંચો - Morbi : 'હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.' : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

Tags :
Advertisement

.