BSF 123 બટાલિયન દ્વારા રાધાનેસડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
દાંતીવાડા ખાતે આવેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સ 123 બટાલિયન દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 123 બટાલિયનના કમાન્ડન્ટ ગુરિન્દર સિંઘની ઉપસ્થિતમાં પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ભૂપેન્દર સિંઘ દ્વારા કેમ્પનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાધાનેસડા અને તેની આસપાસના કુંડળીયા, રચીણા, કોરીલી વગેરે ગà
દાંતીવાડા ખાતે આવેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સ 123 બટાલિયન દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 123 બટાલિયનના કમાન્ડન્ટ ગુરિન્દર સિંઘની ઉપસ્થિતમાં પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ભૂપેન્દર સિંઘ દ્વારા કેમ્પનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાધાનેસડા અને તેની આસપાસના કુંડળીયા, રચીણા, કોરીલી વગેરે ગામોના ગ્રામજનોની તબીબી તપાસ કરી તેમને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
રાધાનેસડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
દાંતીવાડા બોર્ડર સિક્યોરિટી ફોર્સ 123 બટાલિયન દ્વારા લોદ્રાણી ગામની શ્રીલોદ્રાણી પ્રાથમિક શાળા ખાતે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય મહેમાન ભૂપેન્દ્ર સિંઘ, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરની હાજરીમાં રમત ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ સુંદર રીતે ગુજરાતી લોકગીતો, રાજસ્થાની લોકગીતો અને દેશભક્તિના ગીતો અને પિરામિડ નિર્માણ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
રમત ગમત પ્રત્યે જાગૃત થવા પ્રોત્સાહિત કર્યા
ઉપસ્થિત સીમા સુરક્ષા દળના અધિકારીશ્રીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રમતગમત સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ ભુપેન્દ્ર સિંઘ ( ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગર )એ શાળાના વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે જાગૃત થવા પ્રોત્સાહિત કર્યા હતા.
ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ડો.પંગા સરવંતી, ડેપ્યુટી કમાન્ડન્ટ અને સીનિયર મેડિકલ ઓફિસર બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ડો.દિનેશ ચૌધરી, સર્જન, સરકારી હોસ્પિટલ થરાદ, ડો.વિરલ ચૌધરી, બાળરોગ નિષ્ણાંત, સરકારી હોસ્પિટલ થરાદ, ડો.યોગેશ દવે. C.S.C.સુઇગાંવ, ડો.કિરણભાઇ. મેડિકલ ઓફિસર, પી.એચ.સી. માવસરી તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ સહિત શાળાના આચાર્ય ઈશ્વરભાઈ મકવાણા, લોદ્રાણી ગામના સરપંચ ભૂપજી બોરોટ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement