Maharashtra Accident : પાલઘર નજીક ગમખ્વાર અકસ્માત, બે માસૂમોના થયા કરૂણ મોત
Maharashtra Accident : રાજ્યના પડોશમાં આવેલા મહારાષ્ટ્ર (Maharashtra)માં એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર નજીક ડમ્પર અને બસ વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ રીતે દોડી રહેલા ડમ્પરે એક બસને અડફટે લેતા બસમાં સવાર બે બાળકોનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે આ બસમાં સવાર 15 થી વધુ યાત્રીઓ ઇજાગ્રસ્ત (Injured) થયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યાત્રીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં ડમ્પર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત
પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં ડમ્પર અને બસ વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માત (Accident) ના લાઈવ દ્રશ્યો રોડની બાજુમાં જ લાગેલા એક CCTV કેમેરામાં કેદ થયા છે. અને આ અકસ્માતના CCTV Video અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાવની વિગત મુજબ મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યના પાલઘર નજીકથી પસાર થતા વિક્રમગઢ હાઈવે પર કપચી ભરેલું એક ડમ્પર પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું. આજ સમયે સામેથી મુસાફરો ભરેલી એક બસ આવી રહી હતી. બસ અને ડમ્પર સામસામે આવી ગયા બાદ ડમ્પરની ટક્કરને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા કપચી ભરેલ ડમ્પર મુસાફરોથી ભરેલી બસના એક સાઈડના ભાગે જોરદાર રીતે ટકરાયું હતી.
15 થી વધુ મુસાફરોને ઈજા
બસ અને ડમ્પર વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરના કારણે બસમાં સવાર બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં બસમાં સવાર 15 થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી. આ અકસ્માત (Accident) માં સાત લોકોને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે વેદાંત હોસ્પિટલ (Vedant Hospital) માં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાકીના ઈજાગ્રસ્તોને મનોરની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર નજીકથી પસાર થતા વિક્રમગઢ હાઇવે પર બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલ આ ગમખ્વાર અકસ્માતની સમગ્ર ઘટનાના દ્રશ્યો રોડ નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. અને અકસ્માતની આ ઘટનાના વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો - કેશરાભાઈ પિંડોરિયાને દાતા સન્માન સાથે સેવા ભૂષણથી સન્માનિત કરાયા
આ પણ વાંચો - જેલની સજા આરોપી માટે બની આશીર્વાદરૂપ સમાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે