Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તરભ વાળીનાથ ધામ ખાતે ઉમટી રહ્યું છે ભક્તોનું ઘોડાપુર, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં PM આપશે હાજરી

Tarabh Valinath Dham : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાળીનાથ ધામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપશે. મળી રહેલી માહિતી અનુસાર, PM વાળીનાથ ધામ ખાતે 1 કલાક 40 મિનિટ સુધી રોકાશે. આ પહેલા વડાપ્રધાન મોદી વાળીનાથ...
08:28 AM Feb 21, 2024 IST | Hardik Shah

Tarabh Valinath Dham : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાળીનાથ ધામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપશે. મળી રહેલી માહિતી અનુસાર, PM વાળીનાથ ધામ ખાતે 1 કલાક 40 મિનિટ સુધી રોકાશે. આ પહેલા વડાપ્રધાન મોદી વાળીનાથ નગરથી મંદિર લગભગ 1 કિમી સુધી રોડ શો કરશે. મંદિરમાં પહોંચ્યા બાદ PM પહેલા વાળીનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે.

PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આપશે હાજરી

મહેસાણામાં વાળીનાથ મહાદેવના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતી કાલે એટલે કે 22 ફેબ્રુઆરી 2024 ના શુભ દિવસે વડાપ્રધાન મોદીની હાજરીમાં કરવામાં આવશે. PM વાળીનાથ ધામ ખાતે 1 કલાક 40 મિનિટ સુધી રોકાશે. આ પહેલા વડાપ્રધાન મોદી વાળીનાથ નગરથી મંદિર લગભગ 1 કિમી સુધી રોડ શો કરશે. મંદિરમાં પહોંચ્યા બાદ PM પહેલા વાળીનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે. દર્શન કર્યા બાદ 1 લાખથી વધુની જન મેદનીને તેઓ સભા સ્થળે સાબોધશે. જણાવી દઇએ કે, આજે બપોરે PM ના કાર્યક્રમનું મિનિટ ટૂ મિનિટનું રિહલસર કરાશે.

આ દરમિયાન દેશના અનેક સાધુ-સંત ત્યાં હાજર રહેશે. આ સમારોહમાં હાજરી આપવા માટે મોટી સંખ્યામાં લોકો પહેલેથી જ ઉમટી રહ્યા છે. ગુજરાતના સૌથી મોટા સોમનાથ મંદિર પછીનું બીજું સૌથી મોટું શિવ મંદિર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. ગામમાં છેલ્લા 10 વર્ષથી મંદિરનું નિર્માણ કાર્ય સતત ચાલી રહ્યું છે. વાળીનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ હંમેશાથી ખૂબ જ રસપ્રદ અને ભવ્ય માનવામાં આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મહાભારત કાળથી અહીં ભગવાન વાળીનાથની પૂજા કરવામાં આવે છે. આ ધામમાં ભક્તોની ખૂબ જ આસ્થા છે.

પવિત્ર સ્થાન પર ભક્તોનું ઘોડાપુર

આજે તરભ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો છઠ્ઠો દિવસ છે. ત્યારે આ પવિત્ર સ્થાન પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 5 દિવસમાં અંદાજે 13.75 લાખ ભક્તોએ વાળીનાથ મહાદેવના દર્શન કર્યા છે. ગુજરાતના ખૂણેખૂણેથી ભક્તો તરભધામ વાળીનાથ પહોંચી રહ્યા છે. વળી જો આજની વાત કરીએ તો આજે લગભગ 3 લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતાઓ છે. આવતી કાલે તરભ વાળીનાથ મહાદેવ ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઇને આજે 11:30 કલાકે તરભ ખાતે બેઠક મળશે.

વળી આવતીકાલે PM વાળીનાથ ધામ પધારશે જેને લઇને પણ આજે સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો સાથે આવતી કાલે PM નરેન્દ્રભાઈ મોદીની જે સભા યોજાવાની છે તેને લઈ બેઠકમાં ચર્ચા થશે. આ પવિત્ર વાળીનાથ તરભ ધામના મહંત જયરામગીરી બાપુએ ભક્તોને એક અપીલ કરી છે. તેમણે ખાસ કરીને રબારી સમાજને અપીલ કરતા કહ્યું છે કે, 22 તારીખે વડાપ્રધાનના કાર્યક્રમમાં રબારી સમાજને ટ્રેડિશનલ ડ્રેસમાં હાજરી આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો - Tarabh Valinath Dham : પૂજ્ય જયરામગીરી બાપુ સાથે Gujarat First ની ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો - PM Narendra Modi : PM મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું, આ માર્ગ રહેશે બંધ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstGujarati NewsHelicopterHelipadLord ShivaLord ValinathMehsanaNarendra Modipm modipm narendra modiPran Pratishtha festivalRabari CommunityTarabh Dham Pran Pratishtha MohotsavTarbha Valinath DhamVALINATH DHAMValinath Mahadev TempleVisnagar
Next Article