Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ MLA Geniben Thakor એ જાણો કઇ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા

Geniben Thakor : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ની તૈયારીઓ થઇ રહી છે. તમામ પક્ષ આ ચૂંટણી પૂર્વે મતદાતાઓ (Voters) ને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યા એક તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓ (Congress Leaders) ભાજપમાં ભળી રહ્યા છે...
કોંગ્રેસ mla geniben thakor એ જાણો કઇ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા

Geniben Thakor : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ની તૈયારીઓ થઇ રહી છે. તમામ પક્ષ આ ચૂંટણી પૂર્વે મતદાતાઓ (Voters) ને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યા એક તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓ (Congress Leaders) ભાજપમાં ભળી રહ્યા છે ત્યારે આ તૂટતી કોંગ્રેસ (Congress) વચ્ચે ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગેનીબેન ઠાકોર વિશે કહેવાય છે કે, તે પોતાની વાતને બેબાકીથી રજુ કરે છે. રાજ્યની ભાજપા સરકાર (BJP Government)  પર પણ તે અવાર-નવાર શાંબ્દિક હુમલો કરતા રહે છે. તાજેતરમાં ગેનીબેન ઠાકોરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી અને પોતાના વિચાર સ્પષ્ટ કર્યા હતા.

Advertisement

ધારાસભ્ય Geniben Thakor એ આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં તૂટતી કોંગ્રેસ વચ્ચે ગુજરાત ફર્સ્ટને Exclusive ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમા તેમણે કહ્યું કે, આજે મહિલા દિવસ છે એટલે મીડિયાકર્મીઓએ પુછ્યું કે, ક્યાથી લડશો તો મે મારી ઇચ્છા વ્યક્ત કરી જે ખોટું પણ નથી. તેમણે દરમિયાન સૌ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આજે જે મહિલાઓ જે પણ ક્ષેત્રમાં છે તેમા તે સફળ થાય અને ભગવાન શિવના આશિર્વાદ મળે. આજે શિવરાત્રીના કારણે બનાસકાંઠાના પાતલેશ્વર મહાદેવના દર્શન કરવા તેઓ ગયા હતા, જ્યા અનેક ભાવિભક્તોએ પણ ભોળાનાથના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે, અહીં હું દર્શન કરવા માટે જ આવી હતી આ જગ્યાએ કોઇ ચૂંટણીના ભાગરૂપે જવાનું હોતું નથી. આજે પણ દેશમાં લોકશાહી છે અને અમારી પાર્ટી આજે પણ લોકશાહીમાં માને છે ત્યારે મે ઇચ્છા વ્યક્ત કરી તે અમારી આંતરિક લોકશાહીનો એક ભાગ છે. અમારે ભાજપ જેવું નથી કે મહુડી મંડળ કહે તે જ કરવું કઇ બોલી ન શકાય, કોઇ ઇચ્છા વ્યક્ત ન કરી શકાય. વળી તેમણે આ દરમિયાન કહ્યું કે, તેઓ બનાસકાંઠીથી લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છે છે.

ગુજરાતાં તૂટતી કોંગ્રેસ પર ગેનીબેન ઠાકોરે શું કહ્યું ?

જો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે જેઓ મને એક તક આપશે તો જે રીતે આજે ભાજપ પાર્ટી સામ, દામ, દંડ, ભેદ ની રાજનીતિ ગુજરાતમાં કરી રહી છે તેમાં હું ક્યારે પણ નહીં આઉ અનેે મારું કામ ઇમાનદારીથી કરીશ. મને મારા કોંગ્રેસના કાર્યકરો પર પૂરો ભરોસો છે. જો તેમના આશિર્વાદથી ચૂંટણી લડવાનું થાય તો મે ક્યારે પીછે હઠ કરી નથી અને કરીશ પણ નહીં. વર્ષ 2014 માં જેવા વડાપ્રધાન મોદીએ વચનો આપ્યા, તેમના અલગ-અલગ સોશિયલ મીડિયા માધ્યમથી વર્તમાન વડાપ્રધાનના શબ્દો અને તેમના ભાષણ જેને દેશની જનતાએ સારી રીતે સાંભળ્યા છે, પછી જો આંતરરાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય કે પછી મોંઘવારીની વાત હોય કે પથી રોજગારની વાત હોય, દેશની જે મિલ્કતો કે જે કોંગ્રેસે વસાવી હોય જેને ભાજપ દ્વારા વેચવાની વાત હોય ત્યારે હવે લોકોને તેમની ખબર પડી ગઇ છે.

Advertisement

આ પણ વાંચો - શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક ગાડીમાં, એક જ મંચ પર આવતા અનેક અટકળો

આ પણ વાંચો - ગેનીબેન ઠાકોરનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધની કરી ટકોર

Advertisement

આ પણ વાંચો - Gujarat Budget 2024 : બજેટ પર MLA ગેનીબેન ઠાકોરની તીખી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.