Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : ઉનાળામાં અજાણ્યા શખ્સની તરસ બુજાવી વૃદ્ધાને ભારે પડી

Bharuch : પશુ પક્ષીઓ માટે ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણી પૂરું પાડી તરસ છીપાવી માનવતાનું ઉદાહરણ છે. પરંતુ મનુષ્યને પાણી આપવું અને તેની તરસ બુજાવી તે એક વૃદ્ધા (Old Woman) ને ભારે પડી છે. પરસેવે રેપ જેપ આવેલા ગઠીયાઓએ પાણી માંગતા...
09:19 PM Apr 01, 2024 IST | Hardik Shah
Bharcuh Robbery

Bharuch : પશુ પક્ષીઓ માટે ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણી પૂરું પાડી તરસ છીપાવી માનવતાનું ઉદાહરણ છે. પરંતુ મનુષ્યને પાણી આપવું અને તેની તરસ બુજાવી તે એક વૃદ્ધા (Old Woman) ને ભારે પડી છે. પરસેવે રેપ જેપ આવેલા ગઠીયાઓએ પાણી માંગતા વૃદ્ધાએ પાણી આપ્યું અને તકનો લાભ લેતા તેઓ સોનાની બે બંગડીઓ ચોરી (stole two gold bangles) ગયા. હવે આ મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે.

1.5 લાખની બંગડીઓ ચોરી ગયા ગઠીયા

ભરૂચ (Bharuch) ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વેજલપુરના ઘાંચીવાડમાં રોડ ટચ મકાન ધરાવતા અનસુયાબેન વખાડીયા ઉંમર વર્ષ 70 જેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન બાઈક પર બે અજાણ્યા વ્યક્તિઓ પરસેવે રેપ જેપ થઈ તેમના ઘર પાસે આવ્યા હતા. વૃદ્ધાને જોઇ ગઠીયાએ પાણી માગ્યું હતું. વૃદ્ધાએ પોતાની માનવતા દાખવી ગઠીયાઓને પાણી પીવડાવ્યું હતું. અને ગઠીયા હોય પાવડર માંગ્યો અને પાવડર આપતા જ વૃદ્ધાને હોશ ના રહ્યો ગઠીયાઓ ભાગી ગયા બાદ વૃદ્ધાના હાથમાં સોનાની બંગડી ન હોવાના કારણે તપાસ કરતા અને હોશમાં આવતા ગઠીયાઓ બંગડીઓ સેરવી ગયા હોય જેના કારણે પરિવાર પણ ચિંતાતુર બન્યો હતો. તોબડતોબ B ડિવિઝન પોલીસ દોડી જઇને અજાણ્યા ગઠીયાઓ સામે ફરિયાદ દાખલ કરાવવાની કવાયત હાથ ધરી છે.

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - સુરતમાં ટીવી સિરીયલમાં કામ કરવાના બહાને છેતરતો ગઠીયો ઝડપાયો

આ પણ વાંચો - Bharuch : ગાડીનો કાચ તોડીને 6.78 લાખના દાગીના ભરેલા પાકીટની ચોરી

આ પણ વાંચો - Bharuch : બંધ મકાનને નિશાન બનાવવાના પ્રયાસ કરનાર તસ્કરને લોકોએ પકડી પાડ્યો અને પછી…

Tags :
bangleBharuchbharuch newsCrimeGujaratGujarat FirstGujarat NewsGujarati NewsRobberystolenstrangers
Next Article