મોરબીમાં મોબાઈલ શોપમાં લૂંટ, એક આરોપી પકડાયો
મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આજે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોબાઈલ શોપમાં ગ્લાસ નાખાવા આવેલા બે હિન્દી ભાષી શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી હતી. જો કે દુકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા એક રાઉન્ડ ફાયરિંગ પણ લૂંટારુઓ કર્યા હોવાનું બહાર આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને લૂંટારુને મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં નાકાબંધી કરીને ઝડપી લેવામાં
Advertisement
મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આજે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોબાઈલ શોપમાં ગ્લાસ નાખાવા આવેલા બે હિન્દી ભાષી શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી હતી. જો કે દુકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા એક રાઉન્ડ ફાયરિંગ પણ લૂંટારુઓ કર્યા હોવાનું બહાર આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને લૂંટારુને મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં નાકાબંધી કરીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી .
દિન દહાડે થયેલ આ ચકચારી લૂંટની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલ મોબાઈલ સિટી પલ્સ નામની મોબાઈલ શોપમાં સાડા ચારેક વાગ્યાના સુમારે બે શખ્સો ઘુસ્યા હતા. મોબાઈલ શોપમાં ઘુસેલા આ શખ્સોએ પ્રથમ મોબાઈલ ગ્લાસ નાખવાનું કહેતા દુકાન માલિકે ગ્લાસ નાખી આપ્યો હતો અને પૈસા માંગતા બે બુકાની ધારી શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા અને કાચના દરવાજા બંધ કરી જીતના પૈસા હો ઉતના નિકાલો કહી બંદુક તાકી હતી.
વધુમાં બુકાની ધારી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાન માલિક મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલ અંદાજે રૂપિયા 25 હજાર જેવી રકમ લૂંટારુઓને હવાલે કરી દીધી હતી. જો કે આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
તેમજ તે દરમિયાન મોરબી પોલીસે કરાવેલ નાકાબંધી સફળ રહી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપનાર એક લૂંટારુને પોલીસે દબોચી લેતા આરોપીની સઘન પૂછતાછ બાદ ઘટનાનો ભેદ ઉકેલાય જશે.