Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગેસ સિલિન્ડર ભરેલા આખે આખા ટ્રકની ચોરી, આવી રીતે આપ્યો ચોરીને અંજામ પણ......

ઝડપથી વધુ પૈસા કમાવા માટે ગેસ સિલિન્ડરની (Gas Cylinders) ચોરી કરતી ટોળકી ઝડપાઇ છે. 500થી વધુ રાંધણગેસના બાટલાની ચોરી કરનાર આરોપીઓની સાણંદ પોલીસે (Sanand Police) ધરપકડ કરી. ચોર ટોળકી છુટકમાં વધુ રૂપિયામાં ગેસ સિલિન્ડર વેચવાનો પ્લાન ઘડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો.ગેસ સિલિન્ડર ભરેલો આખે ટ્રક ચોર્યોસાણંદ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓ અàª
ગેસ સિલિન્ડર ભરેલા આખે આખા ટ્રકની ચોરી  આવી રીતે આપ્યો ચોરીને અંજામ પણ
ઝડપથી વધુ પૈસા કમાવા માટે ગેસ સિલિન્ડરની (Gas Cylinders) ચોરી કરતી ટોળકી ઝડપાઇ છે. 500થી વધુ રાંધણગેસના બાટલાની ચોરી કરનાર આરોપીઓની સાણંદ પોલીસે (Sanand Police) ધરપકડ કરી. ચોર ટોળકી છુટકમાં વધુ રૂપિયામાં ગેસ સિલિન્ડર વેચવાનો પ્લાન ઘડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો.
ગેસ સિલિન્ડર ભરેલો આખે ટ્રક ચોર્યો
સાણંદ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓ અનિલ ઉર્ફે ગોવિંદ કોટેડ, કૈલાશ પરમાર, વિરેન્દ્રસિંહ અંતોલ અને ભાનુસિંહ અંતોલાએ  ગેસ સિલિન્ડર ભરેલો આખે આખો ટ્રક જ ચોરી લીધો હતો. જે બાબતને લઇને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા ચાર આરોપીઓની ધરપકડ કરી.
સિલિન્ડર વેચે તે પહેલા ઝડપાયા
ગેસ સિલિન્ડરના ભાવ વધુ હોવાથી લોકોને ઓછા પૈસામાં બ્લેકમાં આ બોટલો આપી આરોપીઓ વધુ પૈસા મેળવવાની ફિરાકમાં હતા. જો કે 500થી વધુ ગેસની બોટલો વેચે તે પહેલા જ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી. આરોપીઓ પાસેથી પોલીસે 500 જેટલા સિલિન્ડર, ટ્રક, બે પીકઅપ ડાલુ અને એક ગાડી મળી 37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આવી રીતે કરી ચોરી
પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે સાણંદમાં આવેલ માધવ નગરમાં રહેલ IOCL ગેસના ગોડાઉનમાં સિલિન્ડર ભરેલો ટ્રક ચોરી થયો હતો. જે ટ્રક સાથે સિલિન્ડર ચોરી કરનાર મુખ્ય આરોપી અનિલ ઉર્ફે ગોવિંદ કોટડે હતો..જે ગોડાઉનમાં છેલ્લા 6 મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આરોપી અનિલ ગેસના સિલિન્ડર ભરેલ આખી ટ્રકની ચોરી કરી દહેગામ હિંમતનગર નજીક અવાવરું જગ્યાએ મૂકી દીધી હતી. જે પહેલાં દહેગામ નજીક વટવા ગામ માં 500 જેટલા ગેસના સિલિન્ડર ખેતરમાં ઉતારી દીધા હતા.
શોર્ટકટમાં વધુ પૈસા કમાવવા ચોરી કરી
જે ગેસના બાટલાઓ અડધી કિંમતમાં વેચી રહ્યા હતા તેવામાં સાણંદ પોલીસે માહિતી આધારે ચોરીના બાટલા સાથે ચારેય આરોપી પકડી લીધા. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે ચારેય આરોપી રાજસ્થાન વતની છે અને શોર્ટકટમાં વધુ પૈસા કમાવવા માટે ચોરી કરી હતી. જોકે આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.