Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Conclave 2024 Mehsana : ઉ. ગુજરાતની શૈક્ષણિક-રાજકીય સ્થિતિ અંગે SK યુનિ.ના ચેરમેને કહી આ વાત

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ 'ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024' મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. આ વિશેષ કાર્યક્રમમાં શિક્ષણ અને સામાજિક સેવામાં અગ્રેસર એવા પ્રકાશ પટેલ (Prakash Patel)...
gujarat first conclave 2024 mehsana   ઉ  ગુજરાતની શૈક્ષણિક રાજકીય સ્થિતિ અંગે sk યુનિ ના ચેરમેને કહી આ વાત

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ 'ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024' મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. આ વિશેષ કાર્યક્રમમાં શિક્ષણ અને સામાજિક સેવામાં અગ્રેસર એવા પ્રકાશ પટેલ (Prakash Patel) ઉપસ્થિત રહ્યા, જેમણે મહેસાણા, વિસનગર અને ઉત્તર ગુજરાત માટે એક વિશાળ શૈક્ષણિક સંકુલ સાકળચંદ પટેલ યુનિવર્સિટી (SK Patel University) આપી. આજે આ સંકુલ ઉત્તર ગુજરાતની ટોચની યુનિવર્સિટીમાં સ્થાન ધરાવે છે. ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમમાં એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન અને રાજકીય અને સામાજીક અગ્રણી પ્રકાશ પટેલે શિક્ષણ સિસ્ટમ મુદ્દે ચર્ચા કરી હતી અને હાલની આ સિસ્ટમમાં રહેલી કેટલીક ખામીઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે અંગે પણ પોતાના મંતવ્યો અને સૂચનો આપ્યા હતા.

Advertisement

શિક્ષણ બાબતે ગુજરાતમાં ઉત્તર ગુજરાત હંમેશાં મોખરે રહ્યું છે : પ્રકાશ પટેલ

એસ.કે. યુનિવર્સિટીના (SK Patel University) ચેરમેન પ્રકાશ પટેલે કહ્યું કે, શિક્ષણ બાબતે ગુજરાતમાં ઉત્તર ગુજરાત હંમેશાં મોખરે રહ્યું છે. વિસનગરની વાત થાય ત્યારે સાકળચંદભાઈ પટેલનું નામ યાદ આવે. તેઓ પહેલા દેશનું વિચારતા હતા અને પછી પોતાનું વિચારતા હતા. આઝાદીના લડવૈયા તરીકે તેમણે જવાબદારી નિભાવી. જ્યારે, દેશ આઝાદ થયો ત્યારે તેમનો પહેલો પ્રશ્ન હતો કે આઝાદ દેશની પરિકલ્પના શું હોઈ શકે ? તેઓ દ્રઢપણે માનતા હતા કે કોઈ પણ દેશના ઘડતર માટે શિક્ષણ એ મુખ્ય પાયો હોય છે. આથી દેશની આઝાદી પહેલા જ વર્ષ 1942 માં તેમણે ઉત્તર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી. ત્યારથી અત્યાર સુધીમાં લાખો વિદ્યાર્થીઓએ અહીંથી સારું શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી પર છે.

Advertisement

'આજના સમયે શિક્ષણમાં સારું ડેવલપમેન્ટ થયું'

ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવમાં (Gujarat First Conclave 2024 Mehsana) પ્રકાશભાઈ પટેલે (Prakash Patel) આગળ કહ્યું કે, આજના સમયે શિક્ષણમાં સારો ડેવલપમેન્ટ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતનો જે વિકાસ થયો તેણે રાજ્યને ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાવ્યું. તેમણે કહ્યું કે, 2024ની ચૂંટણીમાં દેશની જનતાએ નક્કી કર્યું છે કે ફરી એકવાર વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વ કરે. શિક્ષણ મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે, 2026 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ત્યારે આ લક્ષ્યમાં શિક્ષણનો મહત્ત્વનો ફાળો રહેશે. અમે વિદ્યાર્થીઓને સારા શિક્ષણ સાથે તેનું સારું ઘડતર થાય તેવા પ્રયાસ કરીએ છીએ. આ સાથે પ્રકાશભાઈ પટેલે કોરોના કાળ, ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટમાં મેડિકલ કોલેજ, યુનિવર્સિટી ડેવલપમેન્ટ, મહેસાણા રાજકારણ અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ગુજરાત ફર્સ્ટ સાથે SK યુનિ. ચેરમેન પ્રકાશ પટેલનો સંપૂર્ણ સંવાદ જુઓ અહીં.

Advertisement

આ પણ વાંચો - Gujarat First Conclave 2024 Mehsana : ક્ષત્રિય આંદોલન, રામ મંદિર અને વિપક્ષના આરોપોનો મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો આ જવાબ

આ પણ વાંચો - Gujarat First Conclave 2024 Mehsana : સૌથી મોટી ચર્ચા, કોણે કર્યું ક્ષત્રિય સમાજનું અપમાન ? રાહુલ ગાંધી કે પરશોત્તમ રૂપાલા ?

આ પણ વાંચો - Gujarat First Conclave 2024 : ખેડૂતો માટે વીજળી, સરકારી યોજના, જમીન માપણી સહિતના મુદ્દાઓ પર ભાજપ-કોંગ્રેસ આમને સામને, જુઓ સંપૂર્ણ સંવાદ

Tags :
Advertisement

.