Gujarat First Conclave 2024 : જાણો Becharaji ના વિકાસને લઈને કિરીટ પટેલે શું કહ્યું...
લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે એકવાર ફરી ખાસ અને વિશેષ કાર્યક્રમ લઈને આવ્યું છે. આજે એટલે કે 3 મેના રોજ દિવસભર ગુજરાતી મીડિયા ઇતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ 2024 (Gujarat First Conclave 2024)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કૉન્ક્લેવનું ગુજરાત ફર્સ્ટ દ્વારા મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ‘Gujarat First Conclave 2024’ કાર્યક્રમના મંચ પર દિવસભર ગુજરાતના રાજકીય દિગ્ગજો, બૌદ્ધિકો સાથે સૌથી નિખાલસ સંવાદ યોજાશે. સાથે જ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર આરપારની વાતચીત થશે. ત્યારે તમને જણાવી દઈએ કે, આપણી સાથે કિરીટ પટેલ જોડાઈ ચૂક્યા છે.
સામાજિક સંસ્થા અને રાજકીય નીતિ સંકલન કેવી સધસો?
આ બાબતે કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, આમ જોવા જાઓ તો સામાજિક સંસ્થાઓ અને રાજકીય એ બંને એકબીજાના પુરક છે. કારણ કે, રાજકારણથી જે સેવાની તક મળે છે સરકારની અનેક એવી સંસ્થાઓ જે સાથે મળીને કામ કરે છે. રાજકારણમાં આવીને સત્તાનો સદઉપયોગ કરીએ છીએ લોકસેવા કરવાનો એ બીજો પર્યાય છે. હાલમાં હું, 16 જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. સામાજિક સંસ્થાઓ સમાજનું નેતૃત્વ, શૈક્ષણિક સંસ્થાઓ, સરદાર ધામ, દીકરીઓને ભણાવવાની સંસ્થાઓ જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું અને છેલ્લે પ્રશ્ન તો લોક સેવાનો જ આવે છે. હાલમાં સરેક સમાજમાં એજ્યુકેશન પર ભાર મુકવામાં આવ્યો છે. અને એજ્યુકેશનથી જ સમાજ નિર્માણ કરી શકાય અને સમાજ નિર્માણથી રાષ્ટ્રનો નિર્માણ થાય છે. એજ્યુકેશનથી દરેક દીકરા દીકરીઓમાં ભણતરના ભારથી એનાથી ઘણું બધું સીખવા મળે છે. પહેલાના જમાનામાં જ્ઞાતિવાદ હતો જાતિવાદના કારણે અનેક મુશ્કેલીઓ પડી છે તેના કારણે એજ્યુકેશન ખૂબ જરૂરી છે.
દેવગઢ ગામ અને બહુચરાજી (Becharaji)નો વિકાસ કેવો છે?
દેવગઢ ગામમાં મારા પત્ની સરપંચ હતા ત્યારે અનેક રાષ્ટ્રીય ગામ એવોર્ડ મળ્યા છે. દેશ વિદેશણી અલગ અલગ ટીમો અમારા દેવગઢ ગામની મુલાકાત લીધી છે. અને આપ પણ જોશો તો અમારા ગામમાં RCC રોડ, પાણીની સુવિધાઓ, દરેક ઘરે ટોયલેટ જેવી અનેક સુવિધાઓ ધરાવે છે. જ્યારે મારા ધર્મ પત્ની સરપંચ હતા ત્યારે અનેક રાજકીય આગેવાનોએ ગામની ઉલકત લીધી છે. તે બાદ દેવગઢથી શીખીને હાલમાં બહુચરાજી (Becharaji) તાલુકાના વિકાસ માટે કાર્યરત છીએ અને ખૂબ પ્રયત્નશીલ છીએ અને આગળ કામ કરતા રહીશું. અત્યારે તમે જોઈ શકો છો કે હાલમાં અહીં ઔદ્યોગિક વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. મારુતિ અને હોન્ડા બે મોટામાં મોટી કંપની અને તેમના ઘણાબધા વેન્ડરોના કારણે રોજગારીણી તક અમારા વિસ્તારને ખૂબ મળી છે.