Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Winter : રાજ્યમાં ઠંડીનો ચમકારો, આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી

Winter : રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યા બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરમાં ઘટાડો થતા માવઠાએ વિરામ લીધો છે. પરંતુ, બીજી તરફ ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 2-4 દિવસથી રાજ્યના...
winter   રાજ્યમાં ઠંડીનો ચમકારો  આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી

Winter : રાજ્યમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યા બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરમાં ઘટાડો થતા માવઠાએ વિરામ લીધો છે. પરંતુ, બીજી તરફ ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 2-4 દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઠંડીએ (Cold) માઝા મૂકી છે. ત્યારે આગામી કેટલાક દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે એવી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે.

Advertisement

આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) અસરે બનાકાંઠા (Banaskantha), સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, જુનાગઢ (Junagadh) સહિતના વિવિધ જિલ્લાઓમાં માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદ પડ્યા બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉપરાંત, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે પણ ગુજરાતમાં લોકો કડકડાતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી કેટલાક દિવસોમાં પણ ઠંડીનું જોર (Winter) યથાવત રહેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હટી છે. આથી રાજ્યમાં કેટલાક દિવસ ઠંડીનું મોજું યથાવત્ રહે તેવી શક્યતા છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.3 ડિગ્રી જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

માવઠું પડતા પાકને નુકસાન

જણાવી દઈએ કે, અગાઉ રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે પવન, કરાં સાથે માવઠું પડતા પાકને નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા (Sabarkantha), પાટણ, દ્વારકા (Dwarka), જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છ (Kutch), અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર (Gandhinagar), અમદાવાદ (Ahmedabad) સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણ ખેડૂત ચિંતામાં મૂકાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Bhavnath : આજથી ભવનાથ ખાતે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓનું ઉમટશે ઘોડાપુર

Advertisement

Tags :
Advertisement

.