ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Report : રાજ્યમાં 5 દિવસ યલો એલર્ટ ! ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચાવની વકી, જાણો ક્યાં કેટલું તાપમાન ?

Weather Report : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે વાદળછાયું વાતાવરણ રહેતા કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો ઘટતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ, આવનારા દિવસોમાં ગરમી કહેર વર્તાવશે એવી આગાહી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ યલો એલર્ટ (yellow alert) જાહેર કરવામાં આવ્યું...
07:54 AM May 06, 2024 IST | Vipul Sen

Weather Report : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે વાદળછાયું વાતાવરણ રહેતા કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો ઘટતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ, આવનારા દિવસોમાં ગરમી કહેર વર્તાવશે એવી આગાહી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ યલો એલર્ટ (yellow alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 7 થી 11 મે સુધી ગરમીનો પારો 43 ડિગ્રી રહી શકે છે. જો કે, આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા મુજબ, ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. જો કે, કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીથી રાહત મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો વધવાની શક્યતા છે. વિભાગે જણાવ્યું કે, 7 થી 11 મે એ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ (Cloudy weather) સર્જાયું રહેશે પણ તેના પછી વાદળો હટી જશે અને ભારે ગરમી પડી શકે છે. ભલે અત્યારે હવામાં ભેજ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું હોય (Weather Report) પણ બે દિવસમાં આકરી ગરમી પડી શકે છે.

ક્યાં કેટલું તાપમાન ?

અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો 39.2 ડિગ્રી અને ગાંધીનગરમાં (Gandhinagar) 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભાવનગરમાં 41.0 ડિગ્રી તાપમાન, અમરેલીમાં (અમદાવાદમાં 39.2 ડિગ્રી) 40.8 ડિગ્રી, સુરતમાં 40.0 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી, ડાંગમાં 39.4 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 39.2 ડિગ્રી, ડીસામાં 38.7 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી, કંડલામાં 37.1 ડિગ્રી, રાજકોટમાં (Rajkot) 37 ડિગ્રી અને પોરબંદરમાં 36.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

આ પણ વાંચો - Voting: મતદાન પહેલા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

આ પણ વાંચો - Weather Forecast : વાતાવરણમાં પલટો, કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા!

આ પણ વાંચો - Weather Forecast : સાચવજો ! આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ, આ શહેર સૌથી વધુ ગરમ

Tags :
AhmedabadAmbalal PatelAmreliAtmospherebanakanthaClimate ChangeCloudy weatherGandhinagarGujarat FirstGujarati NewsIMD AhmedbadMeteorological DepartmentRAJKOTSabarkanthaweather forecastWeather Reportsyellow alert
Next Article