ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Report : સુરત-નવસારીમાં વહેલી સવારે મેઘમહેર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Weather Report : અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે સુરત (Surat) અને નવસારીમાં (Navsari) વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. માહિતી મુજબ, સુરતના ઓલપાડ...
08:23 AM Jun 08, 2024 IST | Vipul Sen

Weather Report : અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે સુરત (Surat) અને નવસારીમાં (Navsari) વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. માહિતી મુજબ, સુરતના ઓલપાડ પંથક સહિત નજીકના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી છે. જ્યારે, નવસારીમાં ચીખલી (Chikhli) તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે. માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) પંથક સહિત નજીકના કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારે પવન સાથે વરસાદ થતાં લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી. બીજી તરફ નવસારીના (Navsari) ચીખલી તાલુકામાં પણ આજે વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ હતો, જેના કારણે વાતાવરણ ઠંડું થતાં લોકોએ ગરમીથી હાશકારો લીધો હતો. નવસારીમાં વહેલી સવારે વરસાદ થતાં ચોમાસા (Monsoon) જેવો માહોલ સર્જાયો હતો.

આ જિલ્લામાં વરસાદની આગાહી

જણાવી દઈએ કે, ગઈકાલે વલસાડ (Valsad) જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાથે જ સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદ થયો હતો. માહિતી મુજબ, જિલ્લાના કપરાડા, ગિરનારા, સુથારપાડા, વડોલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ થતાં લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, 8, 9, 10 અને 11 જૂનના રોજ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના (Weather Report) છે. આજે ગીર સોમનાથ (Gir Somnath), અમરેલી, ભાવનગર (Bhavnagar), નવસારી, વલસાડ, ડાંગ, તાપી (Tapi), નર્મદા, છોટા ઉદેપુર, દમણ, દાદરા અને નગર હવેલી, દાહોદ, વડોદરા (Vadodara) સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

 

આ પણ વાંચો - Valsad: વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતી

આ પણ વાંચો - monsoon : ગુજરાતમાં અગનવર્ષા બાદ ક્યારે થશે મેઘમહેર ? જાણો આગાહી વિશે

આ પણ વાંચો - કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવા News…!

Tags :
AmreliBhavnagarChikhliGir-SomnathGujaratGujarat FirstGujarati NewsMeteorological DepartmentMonsoonNavsariOlpadRainrainy weatherSouth GujaratSummerSuratValsadweather forecastweather report
Next Article