Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Forecast : સાચવજો ! આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ, આ શહેર સૌથી વધુ ગરમ

Weather Forecast : મે મહિનાની શરૂઆત સાથે ગરમીમાં સતત અસહ્ય વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ લોકોને વધુ ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના (Meteorological...
weather forecast   સાચવજો   આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ  આ શહેર સૌથી વધુ ગરમ

Weather Forecast : મે મહિનાની શરૂઆત સાથે ગરમીમાં સતત અસહ્ય વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ લોકોને વધુ ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા મુજબ, રાજ્યમાં આજથી 4 દિવસ યલો એલર્ટ રહેશે અને ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે.

Advertisement

42 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર

હવામાન વિભાગની આગાહી (Weather Forecast) મુજબ, આજથી 10 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જ્યારે 4 દિવસ સુધી યલો એલર્ટ રહેશે. મે મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં તો ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. વિભાગના જણાવ્યા મુજબ, 42 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર (Surendranagar) સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે.

જાણો કયાં કેટલું તાપમાન ?

અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો ગરમીનો પારો 41.4 ડિગ્રી નોંધાયો છે. જ્યારે, ભુજમાં તાપમાન 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં (Rajkot) 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં (Gandhinagar) 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત, છોટા ઉદેપુરમાં 39.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.6 ડિગ્રી, ડીસામાં 38.6 ડિગ્રી, નલિયામાં (Nalia) 38.4 ડિગ્રીમાં, દાહોદમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 37.3 ડિગ્રી, જામનગરમાં 37.3 ડિગ્રી, સુરતમાં 36.6 ડિગ્રી અને પોરબંદરમાં (Porbandar) 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

આ પણ વાંચો - Weather Forecast : આજથી 4 દિવસ હીટવેવ, તાપમાન 43 ડિગ્રી સુધી જવાની આગાહી, વાંચો અહેવાલ

Advertisement

આ પણ વાંચો - Weather Forecast : ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! અહીં સિવિયર હિટવેવની આગાહી, વાંચો અહેવાલ

આ પણ વાંચો - VADODARA : ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ રાહત લઇને આવ્યું

Tags :
Advertisement

.