Weather forecast : આગામી 5 દિવસ આ જિલ્લાઓ માટે ઓરેન્જ-યલો Alert, સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર
Weather forecast : રાજ્યભરમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં તો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમી અને આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 5 દિવસ હીટવેવ (HeatWaves) અને એલર્ટની આગાહી કરવામાં આવી છે. હિટવેવની આગાહી વચ્ચે તંત્રે લોકોને સાવચેત રહેવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ કરી છે.
બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આગ ઝરતી ગરમીના કારણે બપોરના સમયે રોડ રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી હીટવેવની (HeatWaves) આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા નાગરિકોને સૂચન કર્યું છે. કાળઝાળ ગરમીમાં બાળકો અને સિનિયર સીટીઝનની વિશેષ કાળજી રાખવા સૂચન કર્યું છે.
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે ઉષ્ણ લહેર ની ચેતવાણી#weather #WeatherUpdate #gujarat pic.twitter.com/VePiIi70wC
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 19, 2024
સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગર (Surendranagar) 45.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે 11 શહેરોમાં તાપમાન (temperature) 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર અને રાજકોટમાં (Rajkot) પણ તાપમાન 44.5 ડિગ્રી સુધી નોંધાયું છે. ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ (Kutch), સૌરાષ્ટ્ર, આણંદ, સુરત (Surat), વલસાડ, નડિયાદમાં ગરમીનો કહેર રહેવાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં (Gandhinagar) હજુ ગરમીનો પારો 45 ડિગ્રી થાય તેવી શક્યતા છે. પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો તાપમાન 43 થી 46 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે. જ્યારે અરવલ્લીમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચ્યો છે. જામનગરમાં અંગ દઝાડતો તાપ અને આકરી ગરમી પડી રહી છે. જામનગરમાં પણ તાપમાન 38.8 ડિગ્રી સુધી નોંધાયું છે.
ગુજરાત રાજ્યનાં વિવિધ સ્થળોએ સવારના 0830 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન#weather #WeatherUpdate #gujarat pic.twitter.com/bD8m0NhmV8
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 19, 2024
આ જિલ્લાઓમાં 5 દિવસ ઓરેન્જ, યલો એલર્ટ
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આગામી 5 દિવસ સુધી કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, પોરબંદર (Porbandar), જુનાગઢ અને વલસાડ (Valsad) માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી (Amreli) માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લાઓ માટે હવામાન વિભાગે કોઈ એલર્ટની (Weather forecast) જાહેરાત કરી નથી.
આ પણ વાંચો - Summer : આજથી ખાસ સાચવજો, ચેતવણી જાહેર…!
આ પણ વાંચો - Cyclone Alert : ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
આ પણ વાંચો - Forecast : સાચવજો, રાજ્યમાં આ શહેરમાં નોંધાશે 47 ડિગ્રી તાપમાન…