ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

weather Forecast : કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ખાબકશે માવઠું!

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની (unseasonal rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી બે દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની આગાહી (weather Forecast) કરવામાં આવી છે. આ સાથે તાપમાનમાં...
05:31 PM Apr 12, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
સૌજન્ય : Google

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની (unseasonal rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી બે દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની આગાહી (weather Forecast) કરવામાં આવી છે. આ સાથે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો પણ થઈ શકે છે. જણાવી દઈએ કે, રાજ્યમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સૌથી વધુ તાપમાન ભુજમાં (Bhuj) 41 ડિગ્રી સુધી નોંધાયું છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન (temperature) 41 ડિગ્રી સુધી પહોંચ્યું છે. લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવે આગામી બે દિવસ દરમિયાન લોકોને ગરમીથી આંશિક રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની (weather department) આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Kutch) સાયક્લોનિક સર્ક્યુલેશન (cyclonic circulation) સક્રિય થતા હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં વલસાડ, નવસારી (Navsari), સુરત (Surat), ભરૂચ, આનંદ, છોટાઉદેપુર, વડોદરા (Vadodara), દાદરા નગર હવેલી, દીવ, અમરેલી (Amreli) અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે.

સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન ભુજમાં

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ (Ramashray Yadav) દ્વારા આગાહી કરતા જણાવ્યું કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે. પહેલા દિવસે વલસાડ, નવસારી, સુરત, વડોદરા, ભરૂચ, સુરત, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ (Gir Somnath) અને ભાવનગરમાં (Bhavnagar) હળવો વરસાદ પડી શકે છે ત્યારે બીજા દિવસે વલસાડ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી (weather Forecast) કરવામાં આવી છે. આ સમયે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. જો કે, બે દિવસ બાદ તાપમાનમાં ફરી બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. જણાવી દઈએ કે, રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) 39 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે સૌથી વધુ તાપમાન ભુજમાં 41 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો - Ambalal Patel : આકરા ઉનાળા વચ્ચે ક્યારે ખાબકશે કમોસમી વરસાદ ? અંબાલાલ પટેલે કરી આ આગાહી

આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત્! આ જિલ્લામાં સૌથી વધુ તાપમાન

આ પણ વાંચો - Gujarat Weather Update : રાજ્યમાં હવામાન વિભાગે કરી ભરઉનાળે વરસાદની આગાહી

Tags :
AhmedabadBhujcyclonic circulationGandhinagarGir-SomnathGujarat FirstGujarati NewsKutchMeteorological DepartmentNavsariRamashray YadavSaurashtraSuratTemperatureunseasonal rainVadodaraValsadweather departmentweather forecast