VADODARA : સુરક્ષાના સુચનોનું પાલન નહી કરનાર 81 સ્કુલવાન-રીક્ષા ચાલકો દંડાયા
VADODARA : વડોદરામાં શાળાઓ શરૂ થઇ ગઇ છે. તે પહેલા ટ્રાફીક (VADODARA TRAFFIC POLICE) વિભાગ દ્વારા સ્કુલ વાન- રીક્ષા ચાલકોને સુરક્ષાના સુચનો કરી દેવામાં આવ્યા હતા. અને તેમના દ્વારા તેનું અનુસરણ કરવા અંગે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 81 સ્કુલવાન - રીક્ષા ચાલકો દંડાયા છે. અને તેમની પાસેથી સમાધાન શુલ્ક પેટે રૂ. 1.47 લાખ વસુલ કરવામાં આવ્યા છે. જેને લઇને સુચનોનું ઉલ્લંઘન કરનારા ચાલકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
સુનિશ્ચિત કરવા જણાવ્યું
શહેર પોલીસ કમિશનરની સુચનાથી 3, જુનના રોજ ટ્રાફીક શાખા-પૂર્વ, કારેલીબાગ ખાતે સ્કુલ રીક્ષા-વાન ચાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલકોને કમિશનર દ્વારા વાહન વ્યવહાર સંબંધિત નિયત કરેલ મર્યાદા કરતા વધુ બાળકોને ન બેસાડવા, સ્કુલોમાં બાળકોને લાવવા-લઇ જવા માં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવી, સ્કુલ વર્ધી માટે વપરાતી રીક્ષા-વાનમાં રજીસ્ટ્રેશન થયા બાદ જો સીએનજી-એલપીજી કીટ ફીટ કરવામાં આવી હોય તો તે નિયમાનુસાર અલ્ટરેશન બાદ જ ફીટ થઇ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
ઝુંબેશ શરૂ કરવામાં આવી
આ સાથે જ સ્કુલ વાનનું આરટીઓમાં ટેક્સી પાસીંગ કરાવવા, સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લાવવા-લઇ જવા માટે વિદ્યાર્થીઓને માન્ય વીમો, ટેક્સ, પરમીટ, પીયુસી, ફીટનેશ સર્ટીફીકેટ હોવા જોઇએ. ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હોવું જરૂરી, સ્કુલ વાનની આગળ-પાછળ સ્કુલ વાન હોવનું લખાણ, પ્રાથમિક સારવાર પેટી, અગ્નીશામક સાધનો, દફ્તર બહાર નહી લટકાવવા સહિતના બાળકોની સલામતી અને સુરક્ષા સંબંધિત સુચનો આપવામાં આવ્યા હતા. જે બાદ શાળાઓ શરૂ થતા જ વિતેલા 24 કલાકમાં વડોદરા શહેર ટ્રાફીક તથા આરટીઓ ના અધિકારીઓ દ્વારા વિવિધ ટીમો બનાવીને ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
રૂ. 1.47 લાખ સમાધાન શુલ્ક
જેમાં સુચનાઓનું પાલન નહી કરનારા 81 સ્કુલ વાન-રીક્ષા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અને તેમની પાસેથી રૂ. 1.47 લાખ સમાધાન શુલ્ક પેટે વસુલ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : BJP MLA એ કલેક્ટરને પત્ર લખ્યા બાદ મામલે શહેર પ્રમુખનું મોટુ નિવેદન